Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

થળામા ફાયરીંગ કરનાર રેતી માફિયાને પકડવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું

મોટી સંખ્યામાં ગ્રામ જનો ડેપ્યુટી કલેકટર કચેરી ઉમટી પડ્યા

ધ્રાંગધ્રા, તા. ૨૨ : ધ્રાંગધ્રાના થળા ગામે થોડાં દિવસ પહેલા રેતીનુ ડંમ્પર પકડાવ્યાની શંકા રાખી રેતી માફિયા દ્વારા યુવાન પર ફાયરિંગ કરી ધાયલ કરેલ ત્યારે આરોપીને પકડવાની માંગણી ને લઈને ગ્રામ જનોએ ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું.

ધ્રાંગધ્રા પથકમા રેતી માફિયા ઓ દાદાગીરી કરી થળા નારીચાણા સહીતના ગામોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે રેતીખનન કરેછે ત્યારે રેતી માફિયા સામે, ફરીયાદ કરતાં લોકો ડરેછે ત્યારે થોડાં દિવસ પહેલા થળા ગામે રેતી ભરેલુ ડંમ્પર પકડાતા રેતી માફિયા ઓ દ્વારા થળા ગામના હીતુભા ઝાલા પર ફાયરીંગ કરી ઈજા કરેલ જેની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મા ફરીયાદ નોધવામાં આવી હતી પણ આરોપી ને પકડવામાં નહી આવતા ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર કચેરીએ જીલ્લા કરણીઁસેના પ્રમુખ ક્રીપાલસિહ જાડેજા વાઘજીભાઈ પટેલ. મહિપતસિંહ ઝાલા. સહીત મોટી સંખ્યામાં થળા ગીમના લોકો ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવી ડેપ્યુટી કલેકટર બી કે દેવે ને આવેદનપત્ર આપી આરોપી રેતી માફિયા ઓને પકડવાની માંગણી કરી હતી.

(11:24 am IST)