Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

થાનમાં જમીન મામલે લીલાબેન ચાવડાની ધોલધપાટ

રાજકોટ તા. ૨૨: થાનના વેલાળા ગામે રહેતાં લીલાબેન રમેશભાઇ ચાવડા (ઉ.વ.૩૧)ને તેના જ કુટુંબી સગા મુળજી મગનભાઇ, બળવંત મુળજીભાઇ સહિતનાએ લાકડીથી માર મારતાં થાન સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. તેણીના પતિ રમેશભાઇના કહેવા મુજબ જમીનના ઝઘડામાં આ હુમલો થયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરી હતી.

ચોટીલાના ત્રંબોડામાં ચકુને પિત્રાઇ ભાઇઓએ માર માર્યો

ચોટીલાના ત્રંબોડામાં રહેતી ૧૬ વર્ષની ચકુ બચુભાઇ સાડમીયાને જુના મનદુઃખમાં તેના મોટા બાપુના દિકરા ઝવેર તેમજ જીવો, ભરત, લાલીબેને પ્લાસ્ટીકના પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી.

(11:22 am IST)