Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ભાવનગર : ૧ કરોડના જાલીનોટ કૌભાંડમાં પ્રદિપ ચોપડા ઝડપાયો

મુંબઇ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા તપાસનો ધમધમાટ : વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં એસઓજી ભાવનગરને સફળતા

 ભાવનગર તા. ૨૨ : ભાવનગર SOG પોલીસે ચકચારી સુરતના એક કરોડથી વધુની જાલી નોટ કાંડ કે જેની તપાસ NIA મુંબઈઙ્ગ ચલાવી રહી છે તે ગુન્હા તથા સુરત શહેર ના અમરોલી પોલીસ સ્ટેશન ના વધુ એક જાલી નોટ ના ગુન્હામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં ભાવનગર SOG પોલીસને સફળતા મળેલ છે.

ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ એ ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા જીલ્લાના પોલીસ અધિકારીઓને સુચના આપેલ હતી અને આવા આરોપીઓની તપાસમાં SOG શાખાના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.બારોટ ના માર્ગદર્શન હેઠળ ભાવનગર SOG પોલીસ હતી દરમ્યાન SOG પોલીસને મળેલ ચોક્ક્સઙ્ગ અને આધારભૂત બાતમી હકીકત આધારે સુરત DCB પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.ન. ૨૦/૨૦૧૯ IPC કલમ ૪૮૯(ક)(ખ)(ગ), ૧૨૦(બી), ૩૪ તથા સુરત શહેર અમરોલી પોલીસ સ્ટેશનફર્સ્ટ ગુ.ર.ન. ૭૫/૨૦૧૯ IPC કલમ ૪૮૯(ક)(ખ)(ગ), ૧૨૦(બી), ૩૪ઙ્ગ ઙ્ગમુજબ ગુન્હાના કામે વોન્ટેડઙ્ગ આરોપી પ્રદીપ પ્રવીણભાઈ જેરામભાઈ ચોપડા ઉ.વ.૨૩ઙ્ગ રહેવાસી નાનીમાળ તાલુકો પાલીતાણા જીલ્લો ભાવનગર વાળાને તેના ગામ નાનીમાળ ખાતેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભાવનગરના પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

ઙ્ગઅત્રે ઉલ્લેખનીય એ છે કે આરોપી થોડા સમય પહેલા સુરત પોલીસે ઝડપેલા ૧ કરોડથી વધુની જાલીનોટ પ્રકરણમાં સંડોવાયેલ છે જેની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) મુંબઈ ચલાવી રહી છે તે ગુનામાં તથા સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશનના જાલીનોટ કૌભાંડના ગુનામાં સંડોવાયેલ છે અને છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હતો પોલીસ તેને શોધી રહી હતી પરંતુ તે પોલીસના હાથે આવતો ન હતો જેને ભાવનગર એસ.ઓ.જી પોલીસે દબોચીઙ્ગ લેવા ઓપરેશન હાથ ધરેલ અને મજકુર આરોપીને લોકેટ કરી તેના ગામમાંથી ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

આ કામગીરી સફળ બનાવવામાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટરશ્રી એસ.એન.બારોટના માર્ગદર્શન હેઠળ કોન્સ્ટેબલ જગદીશભાઈ મારૂ તથા પી.આર. ગોહિલ તથા પોલીસ કોન્સ. ભરતભાઈ સાખટ તથા હારિત સિંહ ચૌહાણ જોડાયા હતા.

(11:03 am IST)