Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

હળવદ પંથકમાં પાક નુકશાનીનું વળતર નહિ આપનાર વીમા કંપની સામે કાયદાકીય પગલા ભરવા માંગણી

નુકશાની વળતર આપવાની માંગ સાથે ખેડૂતોએ આક્રોશ ઠાલવીને આવેદન પાઠવ્યું

હળવદ પંથકમાં અતિવૃષ્ટિથી બરબાદ પાક નુકશાનીનું વળતર ચુકવવામાં ઠાગાઠૈયા કરતી વીમા કંપની સામે કાયદાકીય પગલા ભરવા અને ખેડૂતોને નુકશાની વળતર આપવાની માંગ સાથે ખેડૂતોએ આક્રોશ ઠાલવીને આવેદન પાઠવ્યું હતું

હળવદમાં આજે ખેડૂત આગેવાનના માર્ગદર્શન હેઠળ ખેડૂતોએ પ્રાંત અધિકારી હળવદને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે ગત ખરીફ ઋતુ ૨૦૧૯ માં કુદરતી અતિવૃષ્ટિનો માર તેમજ કમોસમી વરસાદથી ખેડૂતોના મગફળી કપાસ જેવા પાકોને ભારે નુકશાની થઇ છે પાક નુકશાની સામે વીમા કવચ લીધું હોવા છતાં ખેડૂતોને પાક નુકશાની વળતર પેટે રાતી પાઈ ચૂકવાઈ નથી

ખેડૂતોએ યુનિવર્સલ સોંપો નામની રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ ખાનગી પાકવીમા કંપની પાસેથી પોતાના પાક માટે વીમા કવચ લીધું હતું અને નિયમોનુસાર બેન્કના માધ્યમથી વીમા પ્રીમીયમ પણ કંપનીને પહોંચાડ્યું હતું પાક્વીમાં કંપની પ્રધાનમંત્રી પાક્વીમાં યોજના અંતર્ગત ખેડૂતોનું વીમા પ્રીમીયમ વસુલ કરે છે જેથી પાક્વીમાં કંપની પણ પ્રધાનમંત્રી પાક્વીમાં યોજનાની ગાઈડલાઈન અને નિયમોનું પાલન કરવા બંધાયેલી છે

(8:54 am IST)