Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

રીબડા ગુરૂકુલમાં ભૂમિ પૂજન- ધ્વજ પૂજન- ધ્વજારોહણ

રાજકોટઃ એસજીવીપી ગુરૂકુલના અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની નિશ્રામાં અને વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં, એસજીવીપી ગુરૂકુલ, અમદાવાદની નૂતન શાખા  એસજીવીપી ગુરૂકુલ રીબડા ખાતે આગામી તા. ૫ થી ૯ દરમ્યાન, નૂતન મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા  અને ૨૫ કુંડી મહાવિષ્ણુયાગની  તડામાર તૈયારી થઇ રહી છે. યજ્ઞ અને ઉત્સવ શુભારંભ પૂર્વે  નિર્માણ કાર્યના પ્રારંભે પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે ભૂમિપૂજન ધ્વજપૂજન તથા ધ્વજારોહણ ભૂદેવ પુરોહિત ચિંતન મહારાજે વૈદિક વિધિ સાથે કરાવ્યું હતું. 

પૂજનવિધિમાં ગુરૂકુલના સંચાલક શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામી સાથે યજ્ઞ કુંડોની સેવા કરનાર ગોવિંદભાઇ બારસિયા, જગદીશભાઇ મકવાણા, જયંતીભાઇ કાચા, પરશોતમભાઇ બોડા, ધનજીભાઇ પોકળ વગેરે જોડાયા હતા.

આ પ્રસંગે માધવચરણદાસજી સ્વામી, ધર્મપ્રિયદાસજી સ્વામી, શાસ્ત્રી, ભકતવત્સલદાસજી સ્વામી, શાસ્ત્રી ભકિતવેદાંત સ્વામી, શાસ્ત્રી વેદાન્તસ્વરૂપદાસજી સ્વામી, દ્રોણેશ્વર ગુરૂકુલના ભંડારી હરિકૃષ્ણદાસજી સ્વામી, શાસ્ત્રી કુંજવિહારીદાસજી સ્વામી, પ્રિયવદનદાસજી સ્વામી, હરિનંદનદાસજી સ્વામી, ભંડારી અક્ષરસ્વરૂપદાસજી સ્વામી, મુનિવત્સલદાસજી સ્વામી, વિશ્વસ્વરૂપદાસજી સ્વામી, આનંદસ્વરૂપદાસજી સ્વામી વગેરે સંતો ઉપરાંત, રાજકોટ પારડી, ઢોલરા, ગુંદાસરા, વાવડી, ગોંડળ, રીબ, રીબડા, પીપળિયા, કાંગશિયાળી વગેરે ગામોમાંથી ભકતો ઉપસ્થિત રહ્યા હતા.

(3:42 pm IST)
  • ઈડન ગાર્ડન્સનું વાતાવરણ વન-ડે અથવા ટી-૨૦ જેવું જ રહેશેઃ વિટોરી access_time 3:32 pm IST

  • રાત્રે છત્તીસગઢમાં ભયંકર અકસ્માત : ચાર મહિલા સહીત આઠ લોકોના મોત : છત્તીસગઢના બેમેતરા જિલ્લાના મોહભટ્ટા પાસે કાર તળાવમાં ખાબકી : એક જ પરિવારના આઠ લોકોના કરૂણમોત : મોહતારાથી બેમેતરા જતી આઈ-20 કારના ચાલકે કાબુ ગુમાવતા ઊંડા તળાવમાં ખાબકી: ડૂબી જવાથી આઠ લોકોના મોત access_time 1:07 am IST

  • શિયાળુસત્રમાં પીએમ મોદીએ મંત્રીઓને સદનમાં હાજર રહેવા કરી ટકોર : મોદીએ સખત શબ્દોમાં કહ્યું કે સામાન્ય દિવસોમાં મંત્રીઓની મોજુદગી કેટલી ઓછી હોય છે તેનો અંદાજ લગાવી શકાય છે access_time 1:10 am IST