Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

કેશોદમાં મગફળીના વેચાણમાં પચ્ચાસ ટકા ખેડુતો આવે છે

કેશોદ,તા.૨૧: કમૌસમી વરસાદના કારણે મોટા ભાગના ખેડુતોની મગફળી તૈયાર ન થતા પચ્ચાસ ટકા ખેડુતો મગફળીનુ વેચાણ કરી શકતા નથી જયારે વેચાણ થયેલી મગફળી સરકારી ગોડાઉનમાં પહોંચાડવાના બદલે યાર્ડમાં રઝળતી જોવા મળી રહી છેઙ્ગ

કેશોદ તાલુકાના ખેડુતો સરકારી ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરી શકે તે માટે કેશોદ માર્કેટીંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે મગફળીની ખરીદી લાભ પાચમથી શરૂ કરવામા આવેલ હતી પરંતુ કમોસમી વરસાદ થવાના કારણે થોડા દિવસો મગફળીની ખરીદી બંધ કરવામા આવી હતી જે ફરીથી અઢાર તારીખથી ખરીદી શરૂ કરવામા આવી રહીછે જેમા ખેડુતોને પ્રતી વીસ કિલોના એક હજાર અઢાર રૂપીયા લેખે પ્રતિ વિદ્યે ત્રણસો વિસ કિલો અને એક ખેડુતની વધુમા વધુ સવા છ ખાંડી મગફળીની ખરીદી કરવામા આવેછે પણ આગામી વર્ષે કમોસમી વરસાદના કારણે મોટા ભાગના ખેડુતોની મગફળી તૈયાર ન થતા પચ્ચાસ ટકા ખેડુતોને સરકારી ખરીદીમાં વેચાણથી વંચિત રહી જાયછે હાલમાં પચ્ચાસ ટકા જેટલા ખેડુતો મગફળીનુ વેચાણ કરી રહ્યા છે.

હાલમા સરકાર દ્વારા ખરીદી કરવામા આવતી મગફળી નિયમાનુસાર દરરોજ સાંજે સરકારી ગોડાઉનમાં પહોંચાડવાની થતી હોયછે જયારે બે દિવસથી ખરીદ કરાયેલી મગફળી યાર્ડમાં ખુલ્લામાં પડી રહેલી જોવા મળી રહી છે અને જયાં સુધી મગફળીનો જથ્થો યાર્ડમાંથી ખાલી ન થાય ત્યાં સુધી જગ્યાના અભાવે અન્ય ખેડુતોની મગફળીની ખરીદી કયારેક બંધ કરવી પડે તેવી પરિસ્થિતિનુ પણ નિર્માણ થઈ શકે છે અને ખૂલ્લામા રાખેલી મગફળીમાં આકસ્મિક દ્યટના બને નુકશાની થાય તો જવાબદાર કોણ એ પણ ચર્ચાનો વિષય બની ગયો છે .

સરકારી ગોડાઉનમાં મગફળી પહોંચાડવાની ફરજ ભુલીને યાર્ડમાં રઝળતી મગફળી જોવા મળી રહી છેત્યારે સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા અધિકારીઓ સામે યોગ્ય તપાસ કરવામા આવે અને જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

(1:11 pm IST)