Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

જુનાગઢમાં શનિવારે વિજયભાઇ ૬૭ કરોડના વિવિધ પ્રોજેકટને આપશે લીલીઝંડી

સકકરીયાટીંબામાં નિર્માણ પામેલ કોમ્યુનિટી હોલનુ લોકાર્પણ તથા ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના વિકાસ કામોના ખાતમુર્હુત મુખ્યમંત્રીના હસ્તે કરાશે

જુનાગઢઃ તા.૨૧: આગામી તા. ૨૩ નવેમ્બર શનિવારના રોજ  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જૂનાગઢ આવી રહ્યા છે. પ્રજાલક્ષી કામોનુ ખાતમુર્હુત તથા લોકાર્પણ કરવામાં આવશે જુનાગઢ મહાનગરપાલીકા દ્વારા કેન્દ્ર સરકારશ્રીની અમૃત સ્કીમ અંતર્ગતરૂ. ૬૫ કરોડના વિવિધ કામોનુ ખાતમુર્હુત તથા સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી  શહેરી વિકાસ યોજના હેઠળ સાકકરીયાટીંબા , દુબળી પ્લોટ ખાતે રૂ.૨.૦૮ કરોડના કોમ્યુનીટી હોલનુ લોકાર્પણ કરવામાં આવશે તેમજ યુવા છાત્રોની કારર્કીર્દીના ઘડતરમાં ઉપયોગી થાય તે માટે કોર્પોરેશન દ્વારા ૨(બે) શૈક્ષણીક સંસ્થાઓ (૧) ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (૨) ડો. સુભાષ ટેકનીકલ કેમ્પસ સાથે એમઓયુ કરવામાં આવશે.

જુનાગઢ શહેરને પીવાનુ પાણી પુરૂ પાડતા આણંદપુર (મેવાસા) ખાતે નવો ઈન્ટેક વેલ તથા પમ્પીંગ મશીનરી આણંદપુર થી પાદરીયા ટ્રીટમેન્ટ પ્લાન્ટ થઇ આદેશ નિવાસી શાળા સુધી ૧૪ કીમી. પાઇપ લાઇન નાખવાનુ કામ  તેમજ વોટર સપ્લાય પ્રોજેકટના વિવિધ ઝોન પૈકી શહેરના જુદા-જુદા વિસ્તારમાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ઉંચી ટાંકી, ભુગર્ભ ટાંકી, પમ્પીંગ સ્ટેશન, મશીનરી, કમ્પાઉન્ડ પોલ વગેરે બનાવવાના પ્રોજેકટ તથા જૂનાગઢ શહેરના સેન્ટ્રલ એરિયાનો અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેકટ  તથા કાળવા નદીના ર્સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેકટ સહીત રૂ.૬૫ કરોડના વિવિધ કામનો પ્રારંભ કરવામાં આવશે. આ પ્રોજેકટ થી આવનાર દિવસોમાં શહેરીજનોને પીવાનુ  શુધ્ધ  પાણી મળી રહેશે. સરકારશ્રીની ગ્રાન્ટ હેઠળ જૂનાગઢ શહેરીજનોને  રૂ. ૨.૦૮ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત કોમ્યુનિટી હોલ ખુલ્લો મુકવામાં આવશે.

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી રહી છે.   પ્રાથમિક સુવિધાઓમાં પારદર્શતા આવે તે માટેના ઉત્તમ વિચારો સાથે કમિશનર તુષાર  સુમેરા દ્વારા સ્થાયી સમીતીમાં શૈક્ષણીક સંસ્થાઓ સાથે એમઓયુ કરવાની દરખાસ્ત કરવામાં આવેલ જેને સ્થાયી સમીતી દ્વારા મંજુરી આપવામાં આવેલ છે.

મહાનગરપાલીકા વિસ્તારમાં આવેલ જુદી-જુદી શૈક્ષણીક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી પ્રાથમીક સુવીધાને લગતા સુચનો મેળવવા ફીલ્ડ વર્કની કામગીરી શહેરમાં વિકાસ કામો ચાલતા હોય ત્યાના સ્થળની મુલાકાત લેવી તેમજ તમામ કામગીરી વિદ્યાર્થીઓને શીખવા મળે તેવા નવા અભિગમ  સાથે યુવાધનને  પ્રોત્સાહન મળી રહે તે માટે ૨ (બે) શૈક્ષણીક સંસ્થાઓ (૧) ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી (૨) ડો.સુભાષ  ટેકનીકલ કેમ્પસ સાથે એમઓયુ કરવામાં આવશે. આ તકે કેબીનેટ મંત્રી તથા પ્રભારી મંત્રી જયશેભાઇ રાદડીયા, કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા , રાજ્ય કક્ષના મંત્રી વિભાવરીબેન દવે , જુનાગઢ સાંસદ રાજેશભાઇ ચુડાસમા , પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુક , જુનાગઢ મહાનગરપાલીકાના મેયર ધીરૂભાઇ ગોહેલ , કલેકટર સૌરભ પારઘી, કમિશનર તુષાર સુમેરા, કુલપતિ ડો. ચેતન ત્રિવેદી, ડે. મેયર હિમાંશુભાઇ પંડ્યા, સ્થાયી સમિતિ ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા, શાસક પક્ષનેતા નટુભાઇ પટોળીયા દંડક   ધરમણભાઇ ડાંગર, વોટર વર્કસ ચેરમેન લલીતભાઇ સુવાગીયા, બાંધકામ ચેરમેન અરવીંદભાઇ ભલાણીની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાશે.

(1:05 pm IST)