Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

પોરબંદરમાં વિદ્યાર્થીઓના એસટીબસના પાસ પ્રશ્ને હાલાકી : NSUI દ્વારા ડેપો મેનેજરને રજુઆત

પોરબંદર,તા.૨૧: ગામડાના વિદ્યાર્થીઓને બસના પાસ સરળતાથી મળી રહી તે માટે એસ.ટી. ડેપો મેનેજરને પોરબંદર એનએસયુઆઇએ રજૂઆત કરી છે.

હાલ દિવાળી વેકેશન પુરુ થયું હોય ત્યારે શાળા અને કોલેજમા નવા સત્રનો પ્રારંભ થયો હોય ત્યારે પોરબંદર જિલ્લાના આજુબાજુના ગામડાઓ માથી હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય ત્યારે તેમને ઓછા ખર્ચમાં એસ.ટી દ્વારા સત્ર પાસ કાઢી આપવામા આવતો હોય છે ત્યારે વિદ્યાર્થીઓના રજૂઆતના જણાવ્યા અનુસાર પરિક્ષાનો પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પરિક્ષાનો થયો હોય તેમની સામે પાસ પણ કઢાવવાના હોય ત્યારે તેમની કલાક સુધી લાઇનમાં ઊભા રહી મુશ્કેલીનો સામનો કરવો પડે છે સવારે વહેલા પાસ કઢાવવા માટે આવી જવાની ફરજ પણ પડતી હોય કયારે પરિક્ષા સમય પણ માથે હોય તો એસ.ટી દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ છે ત્યારે તે રજૂઆત લઇ ડેપો મેનેજર સમક્ષ એનએસયુઆઇ ટીમ પહોંચી હતી..

બસના પાસ વહેલા અને સરળતા પૂર્વક કાઢી આપવામા આવે તેવી રજૂઆત કરી હતી જે વાત ધ્યાને ડેપો મેનેજર દ્વારા જણાવેલ કે વિદ્યાર્થીઓની હિતમાં અમે કામ કરીએ છીએ અને તેમની વધુ સરળતા મળે અને કોઇ જાતની મુશ્કેલી વેઠવી ના પડે તેની અમો ખાત્રી આપીએ છીએ.. શાળા અને કોલેજો પોતાની કાર્યવાહી પુરી કરી અમોને પરત કર્યાબાદ તુરંત અમો સ્ટાફને બેસાડી કાર્યવાહી હાથ ધરીશું..

કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા એનએસયુઆઇ પ્રમુખ કિશન રાઠોડ, કેનિત ઝાલા, ઉમેશરાજ બારૈયા, કુણાલ રજવાડી, રાજ વાજા, યશ ઓઝા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:03 pm IST)