Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

કોડીનાર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકી જુથની પેનલ બિનહરીફ ચૂંટાય આવતા કાર્યકરોમાં હર્ષપ્રમુખપદે દિલીપસિંહ મોરી તેમજ ઉપપ્રમુખ પદે એભાભાઇ રામની સતત ત્રીજી વખત બિનહરીફ વરણી

કોડીનાર તા. ર૧ :.. તાજેતરમાં કોડીનાર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઇ હતી જેમાં ભુતપુર્વ સાંસદ દિનુભાઇ સોલંકી ગ્રુપના ૧ર સભ્યો બિન હરીફ ચૂંટાયા હતાં. તાલુકા સંઘમાં ભાજપનો ભગવો લહેરાવ્યો હતો ત્યારબાદ ગઇકાલે કોડીનાર મામલતદારની અધ્યક્ષતામાં યોજાયેલ પ્રમુખ  ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રમુખપદે દિલીપભાઇ મોરી તેમજ ઉપપ્રમુખપદે એભાભાઇ રામની સતત ત્રીજી વખત આ પદે બિનહરીફ વરણી થઇ હતી આ બિનહરીફ વરણીને હાજર કોડીનાર તાલુકા યુનિયન બેંકના ચેરમેન પી. એસ. ડોડીયા તેમજ માર્કેટીંગ યાર્ડના ચેરમેન સુભાષભાઇ ડોડીયા સહિત તાલુકાભરના સહકારી ક્ષેત્રના અગ્રણીઓ હોદેદારોએ તેમજ તાલુકા ભાજપના હોદેદારોએ આવકારી હતી.

આ તકે સંઘના પ્રમુખ દિલીપભાઇએ જણાવ્યું હતું કે તાલુકાના દરેક લોકોનું અને ખેડૂતોનું હિત ધ્યાનમાં રાખીને આવતા દિવસોમાં સંઘ દ્વારા લોકોને વધારેમાં વધારે વ્યાજબી ભાવે સુવિધાઓ મળી રહે તે દિશામાં અમારી સમગ્ર બોડી કામ કરશે તેમ જણાવેલ હતું.

(11:39 am IST)