Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ભાવનગર ભાજપ અગ્રણી-રથયાત્રા આયોજક હરૂભાઇ ગોંડલીયાના ભત્રીજાને છરી ઝીંકીઃ દુકાન સળગાવવાનો પ્રયાસ

પોલીસે ચિરાગ ઉર્ફે લાલો સામતભાઇ સપડાને ઝડપી લીધો

ભાવનગર તા. ર૧ :.. ભાવનગરમાં ભાજપ અગ્રણીનાં ભત્રીજા ઉપર એક શખ્સે છરી વડે હૂમલો કર્યાની ફરીયાદ નોંધાઇ છે.

મળતી વિગતો મુજબ શહેરનાં વડવા ચાવડીગેટ સામે દૂધની દુકાન ચલાવતાં ભાજપ અગ્રણી અને રથયાત્રાના આયોજક હરૂભાઇ ગોંડલીયાનાં ભત્રીજા પ્રકાશભાઇ બટુકભાઇ ગોંડલીયા તેની દુકાને હતા ત્યારે ચીરાગ ઉર્ફે લાલો સામતભાઇ સપડા નામનો શખ્સ આવ્યો હતો અને બોલાચાલી કરી ગાળો આપી છરી વડે પ્રકાશભાઇ ઉપર હૂમલો કરી નાસી છૂટયો હતો.

આ બનાવ અંગે એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે આરોપીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી શખ્સે દોઢ વર્ષ પહેલા ભાજપ અગ્રણી હરૂભાઇ ગોંડલીયાની ઓફીસમાંથી ટી. વી. તથા અન્ય વસ્તુઓની ચોરી કરી હતી.

ચાવડીગેટ વિસ્તારમાં ચિરાગ ઉર્ફે લાલા નામના શખ્સનો ભયાનક આતંક છે. અનેક ગુન્હા, તલવાર લઇ જાહેર રોડ ઉપર પૈસા પડાવે છે, આગ લગાડે છે, ચાવડી ગેટમાંથી કેટલાક હિજરત કરી ગયા, નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હરૂભાઇએ ચોંકાવનારી રજૂઆત કરી હતી.

(11:29 am IST)