Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ખંભાળીયા તાલુકા ભાજપ દ્વારા નરેન્દ્રભાઇના જન્મદિને ૧૦ સ્થળે વૃક્ષારોપણ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૨૧ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી ખંભાળીયા તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા તથા અગ્રણીઓ દ્વારા વિશિષ્ટ રીતે કરાઇ હતી. વાડીનાર તથા આસપાસના ગામોના જૂદા જૂદા દસ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમો કરીને તથા પર્યાવરણ બચાવવાનો સંદેશો આપ્યો હતો.

ભાજપ તાલુકા પ્રમુખ કિશોરસિંહ જાડેજાની સાથે મહામંત્રી કાનાભાઇ કરમુર, રવજીભાઇ નકુમ, હાજાભાઇ ચાવડા, જેઠાભાઇ પિંડારિયા સહિતના આગેવાનો જોડાયા હતા.

(1:18 pm IST)
  • નકસલ આતંક : દેશમાં સારા એવા પ્રમાણમાં ઘટી રહયો છે અને હવે દેશના માત્ર ૪૬ જીલ્લા પૂરતો સિમિત હોવાનું આજે સંસદમાં ગૃહ મંત્રાલયે જાહેર કરેલ. access_time 4:00 pm IST

  • રાજકોટ શહેર અને જિલ્લામાં એક તરફ કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક છે. ત્યારે છેલ્લાં 15 દિવસના આંકડાઓએ આરોગ્ય તંત્રને રાહત આપી છે. છેલ્લાં 15 દિવસ દરમિયાન રીકવરી રેટ 53 ટકાથી વધીને 76 ટકા પર પહોંચ્યો છે તેમ શ્રી ગુપ્તાએ જણાવ્યુ હતું. access_time 7:28 pm IST

  • દિલ્હીઃ કોરોનાને મ્હાત આપી આવતીકાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં ઉપસ્થિત રહેશે. AIIMSમાં સારવાર બાદ શ્રી શાહ ડિસ્ચાર્જ થયા હતા. access_time 9:53 pm IST