Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

મોરબીના રફાળેશ્વર ગામ નજીક ધસમસતી ટ્રેન હડફેટે આવી જતા આધેડનું મોત: રેલ્‍વે પોલીસ ઘટના સ્‍થળે પહોંચી

મોરબી: મોરબીના રફાળેશ્વર નજીક આજે સવારના સુમારે વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેન હડફેટે આધેડનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન આજે સવારના સુમારે રફાળેશ્વર નજીક પહોચી ત્યારે મિલેનિયમ પેપરમિલની સામે એક અજાણી વ્યક્તિ ટ્રેન હડફેટે આવી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવને પગલે ડેમુ ટ્રેન અટકી ગઈ હતી અને અજાણી વ્યક્તિના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં રેલવે પોલીસ ઘટનાસ્થળે દોડી જઈનેધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તો મળતી વિગતો મુજબ મૃતક યુવાન મિલેનિયમ પેપરમિલમાં કામ કરતો હોય અને તેનું નામ અમરજીત વિરેન્દ્રભાઈ (.૪૪) ઓળખ થઇ હતી.તેમજ આધેડ અકસ્માતે ટ્રેન હડફેટે આવી ગયા છે કે આપધાત છે તે દિશામાં મોરબી તાલુકા પોલીસ મથકના એન.જે.નિમાવત સહિતના સ્ટાફે વધુ તપાસ ચલાવી છે.

(2:20 pm IST)
  • સોરાષ્ટ્રમાં 8 વાગ્યા સુધીના વરસાદના આકડાઓ : ઉપલેટા અડઘો ઇંચ : કોટડાસાંગાણી ૩ ઇંચ : ગોંડલ દોઢ ઇંચ : જેતપુર સવા ઇંચ : જસદણ દોઢ ઇંચ : જામકંડોરણાં 3 મી.મી. : ધોરાજી દોઢ ઇંચ : પડધરી દોઢ ઇંચ : રાજકોટ શહેર સવા બે ઇંચ : લોધિકા 6 મી.મી. : વીંછીયા 6 મી.મી. access_time 9:29 pm IST

  • રાજકોટના મવડી વિસ્તારમા સાંજે જાણે નદી વહેતી કોઈ તેવા દ્રશ્યો સર્જાયા : મવડી વિસ્તારના કાવેરી પાર્કમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં એક ગાડી અટવાય : સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડના જવાનોએ સાથે મળી કારચાલકનો કર્યો બચાવ : રાજકોટમાં વરસાદને પગલે વોકળામાં જતા પાણીના પ્રવાહમાં તણાઈ રહી હતી કાર : બન્ને બાજુથી દોરડા બાંધી કાર અને કાર ચાલકને બચાવી લેવાયા (વિડીયો - સંદીપ બગથરીયા) access_time 10:33 pm IST

  • સૌરાષ્ટ્રના જુનાગઢમાં સવારે ધોધમાર વરસાદ ધોરાજી, ઉપલેટા, ગોંડલ તાલુકાના ગામોમાં સવારથી વરસાદઃ ખેડૂતોમાં રાહતની લાગણીઃ લોકો ગરવા ગીરનારની લીલોતરીનો નજારો જોવા ઉમટી પડયા access_time 1:10 pm IST