Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

જુનાગઢના લાઠોદ્રામાં જુગાર રમતા ૭ શખ્સો ઝડપાયા

જુનાગઢ તા.૨૧: જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક એસ.જી.ત્રિવેદીની સૂચના તેમજ એસ.પી.નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગે.કા.પ્રોહી જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝૂંબેશ અન્વયે અમો ક્રાઇમ બ્રાન્ચ ઇ.ચા.પોલીસ ઇન્સ.શ્રી આર.કે.ગોહિલ તથા પો.કો.આઝાદસિંહ મુળુભાઇને અગાઉથી મળેલ બાતમી આધારે માળીયા હાટીના તાલુકાના લાઠોદ્રા ગામનો રહેવાશી મદદભાઇ નાનજીભાઇ ખોજા પોતાના રહેણાંક કબ્જા ભોગવટાના મકાને ગે.કા.બહારથી માણસો બોલાવી પોતાના અંગત લાભ સારૂ ગંજીપતાના પાના વડે પૈસાથી જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવતો હોય અને નાલના પૈસા ઉઘરાવતો હોય તેવી ચોકસ બાતમી હકિકત આધારે તા.૨૦/૦૭/૨૦૧૮ના રોજ ઉપરોકત હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા મકાન માલીક મદદભાઇ નાઅનજીભાઇ સમનાણી ખોજાઅ સહીત કુલ-૭ ઇસમો જુગાર રમતા રોકડા રૂ.૫૩,૪૮૦ તથા મો.ફોન.નંગ-૭ કિ.રૂ.૫૫૦૦ તથા મો.સા.નંગ-૩ કિ.રૂ.૭૦,૦૦૦ તથા જુગારના સાહીત્ય સહીત કુલ રૂ.૧,૨૮,૯૮૦ મુદામાલ સાથે મળી તેઓની સામે ધોરણસરની કાર્યવાહી કરી જુ.ધા. કલમ ૪,૫ મુજબનો ગુન્હો માળીયા હાટીના પો.સ્ટે.માં રજી.કરાવવામાં આવેલ છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ.ના ઇન્ચા, પો.ઇન્સ.આર.કે.ગોહીલ તથા પો.હેડ કોન્સ. એસ.એ.બેલીમ, એચ.વી.પરમાર, બી.કે.સોનારા તથા પો.કેન્સ, રોહિતભાઇ ધાધલ, યશપાલસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, આઝાદસીંહ સીસોદીયા, સાહિલ સમા વિગેરે પો.સ્ટાફએ સાથએ રહી આ કામગીરી કરેલ છે.(૭.૩૮)

(2:36 pm IST)