Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ઓખા પાસે અકસ્માતમાં ર ના મોત

ખંભાળીયા, તા., ૨૧: ઓખામાં રહેતા હરપ્રીતસિંઘ તથા મનપ્રતિતસિંઘ નામના બને લોકો પોતાનું મો.સા. જીજે ર૭ ડી. ૭૦૯૬ નં.નુ લઇ મીઠાપુરથી ઓખા જવા નિકળેલ ત્યારે આર.કે.બંદર હાઇવે રોડ નજીક એક બોલેરો પીકઅપ વાહન જીજે રપ યુ ૩૭૮૬ના ચાલકે બેફીકરાઇથી ચલાવી ઉપરોકત મો.સા.ને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મો.સા. સવાર હરપ્રીતસિંઘ તથા મનપ્રતિતસિંઘ નામના બંન્ને ઇસમોના કરૂણ મોત નિપજયા હતા જેથી આ બનાવ અંગે બોલેરો પીકપ વાહન ચાલક વિરૂધ્ધ ઓખા પોલીસમાં મૃતકના સગા જગજીતસિંઘ કિશનસિંઘએ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

દારૂ જપ્ત

ભાણવરના કપુરડી ગામના પાટીયા પાસેથી કમલેશ જેતાભાઇ ભારવાડીયા (ઉ.વ.૨૦) નામનો યુવાન મો.સા. નં. જી.જે.૧૦ એકે પ૧પ૮ નં.નું લઇને નિકળતા પોલીસે રોકીને ચેક કરતા ગે.કા. દારૂની બોટલ નંગ ર કિંમત રૂપીયા ૮૦૦ની પકડાઇ આવતા પોલીસે મો.સા. કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળીયાના રામનગર વિસ્તારમાંથી આરોપી (૧) રવી અશોકભાઇ ઘેડીયા ગે.કા. ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧ કિંમત રૂપીયા પ૦૦ સાથે પકડાઇ આવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. (૪.૯)

(2:36 pm IST)