Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

મીઠાપુર અને હમુસરમાં જુગાર રમતા શખ્સોની ધરપકડ

મીઠાપુર, તા.૨૧: દેવભૂમિ દ્વારકા જીલ્લાના પો.અધિ. રોહન આનંદની સુચના મુજબ તથા પો.અધિ.શ્રી.પી.એ. સુમ્બેના માર્ગદર્શન મુજબ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં દારૂ તથા જુગારની બદીંને સદંતર નાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો પર રેઇડ કરવા આપેલ સુચના અન્વયે ગત તારીખ જયારે મીઠાપુર પોલીસ સ્તાફફ્ર પેટ્રોલિંગમાં  હતો ત્યારે બે અલગ અલગ જગ્યાએ જુગારની પ્રવૃતિ ચાલતી હોવાથી રેઇડ કરવામાં આવી હતી.

તેમ ઇન્સ. સી.બી.જાડેજાના તાબાના પો.હેડ કોન્સ.કે આર. જાડેજા તથા પો.હેડ.કોન્સ. રાજાભાઇ શાખરા તથા રવિભાઇ મનહરભાઇ સોલંકી તથા મહિરાજદાન મનહરદાન ગઢવી વી પેટ્રોલિંગમાં હતા ત્યારે પો.કોન્સ.રવિભાઇ મનહરભાઇ સોલંકીને બાતમી મળેલ કે મીઠાપુર ટાઉન વિસ્તારમાં મોબાઇલમાં લૂડો નામની એપમાં પાસા નાખી પૈસા તથા પૈસાની હારજીતનો જુગાર રમતા હોય તેમના પર રેઇડ કરતા જે પૈકી જશરાજભા નંઢાભા માણેક વી કુલ ૪ રહેે. આરંભડા સીમ વાળાઓને રોકડા રૂ. ૬૫૦૦ તેમજ મોબાઇલ નંગ ૪ કી.રૂ ૪૫૦૦ એમ કુલ ૧૧૦૦૦ના મુદામાલ સાથે ધોરણસર અટક કરેલ છે આ ઉપરાંત પો.કોન્સ. મહિરાજદાન મનહરદાન ગઢવીને મળેલ બાતમીના આધારે હમુસર ગામમાં રહેતા રમેશભા ભારાભાના રેહનાર મકાનની સામે બાવળની નીચે અમુક માણસો ગોળ કુંડાળું વાડી ગંજીપાના વડે તથા પૈસા જુગાર રમતા હોવાથી તેમના પર રેઇડ કરતા રમેશભા ભારાભા હાથલ રહે. હમુસર તા. દ્વારકા તથા સતારભાઇ અલીભાઇ થ્યમ રહે. આરંભડા સીમ આંખની હોસ્પિટલ પાછળ તા. દ્વારકા તથા રાજાભા રાગમલભા ગીગલા રે. ભીમરાના ડાડાના મંદિરની બાજુમાં તા. દ્વારકા તથા જગદીશભાઇ અમરાભાઇ ખરા રેહ. સુરજકરાડી રેલ્વેના પાતાની બાજુમાં તા.દ્વારકા એમ કુલ આરોપી ૪ રોકડ રૂ.૩૫૧૩૦નો મુદામાલ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(12:57 pm IST)