Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ઉપલેટા પાસેનો વેણું -ર ડેમ ઓવર ફલો છલકાવાની તૈયારી : પાણી પ્રશ્ન હલ

ઉપલેટા તા ૨૧ : છૈલ્લા કેટલાક દિવસથી મેઘરાજા સમગ્ર સોૈરાષ્ટ્ર ગુજરાતને ઘમરોળી રહયા છે ત્યારે સમગ્ર ધરતીપર પુરતા પ્રમાણમાં વરસાદ થઇ જતા નદી નાળાં સહિત સોૈરાષ્ટ્ર ગુજરાતના જળાશયો ઓવરફલો થવાની તૈયારીમાં છે. બીજી તરફ ઉપલેટા શહેરમાં પણ એક અઠવાડીયાથી અવિરત મેઘસવારી વરસી રહી છે. જયારે મોસમનો કુલ વરસાદ ૨૪૧ નોંધાયો છે. ઉપરોકત બાબતે છેલ્લા કેટલાક સમયથી અવિરત જરસી રહેલા મેઘસવારીના  લીધે ઉપલેટા તાલુકાના બન્ને ડેમો ઓવર ફલો થવાની તૈયારી બતાવી રહયા છે. તાલુકાના મોજ ડેમ ની સપાટી ૩૯ ફુટ અને પ ફુટ પાટીયા મળી ૪૪ ફુટની છે જેમાંથી ૩૯.૨૦ ની જળસપાટી પાર કરી છલકાયો છે.

વેણુ-ર ડેમ સપાટી ૫૫ ફૂટ છેજેમાંથી ૫૩.૮૦ ની સપાટી પાર કર્યાના અહેવાલ મળી રહયા છે. મોજડેમ તથા વેણુંઞર ડેમમાં પાણી આવક થતા ઉપલેટા શહેર, ભાયાવદર સહિતના ૧૧૮ ગામડાના પીવાના પાણી પ્રશ્ન હલ થયેલ છે.

(11:33 am IST)