Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ધોરાજી પાસેનો ભાદર-૨ અને ફોફળ ડેમ ભરાયો

ધોરાજીમાં માત્ર ૧૧ ઈંચ વરસાદ આવ્યો છે સિઝન નો કુલ ૩૦ થી૪૦ ઇંચ વરસાદ થાઈ છે ત્યારે ડેમો ભરાઈ છે. ધોરાજી જામકંડોરણા પંથક ના ખેડૂતો અને આમ જનતા ઉપર જાણે કૃપામાન થયા હોય એવું લાગે છે. હાલ ધોરાજીમાં ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં ૧૧ ઇંચ વરસાદ પડયો છે અને ધોરાજી તાલુકાને પીવા નું પાણી પુરૂ પડતો ભાદર ૨ ડેમ હાલ ઓવરફલો થઈ ગયો  છે. જયારે ધોરાજી જામકંડોરણા ને પીવા નું પાણી પૂરું પડતો મોટા દૂધીવાદરનો ફોફળ ડેમ હાલ ૨૩.૫ ફૂટ પાણી આવી ગયું છે ઓવરફલો થવામાં માત્ર ૧.૫ ફૂટ બાકી છે. ત્યારે ધોરાજી જામકંડોરણા તાલુકાનું જળસંકટ દૂર થતાં બંને તાલુકાના ખેડૂતો અને આમ જનતામાં આનંદ છવાયો છે અને ઈશ્વરનો આભાર માનેલ છે. (તસ્વીર - અહેવાલ : કિશોર રાઠોડ, ધોરાજી)

(11:32 am IST)