Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

જામજોધપુરના ધુનડા રસતપુરણધામ આશ્રમે પૂ. જેન્તીરામબાપાના સાનિધ્યમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે

ગુરૂપૂજન, સત્સંગ, રકતદાન, દંતયજ્ઞ સહિતના કાર્યક્રમો : દેશ-વિદેશથી ભાવિકો ઉમટશે

જામનગર, તા. ર૧ : જામજોધપુરથી ર૧ કિમીના અંતરે આવેલ ધુડના સતપુરણધામ આશ્રમે આગામી તા. ર૭ ને શુક્રવારના રોજ ગુરૂપૂર્ણિમાં મહોત્સવની દ્રિ-દિવસીય ઉજવણીનું પૂ. જેન્તીરામબાપાના સાનિધ્યમાં આયોજન કરાયું છે.

ગુરૂપૂર્ણિમાં પર્વની ભારતભરમાં ઉજવણી કરવામાં આવે છે. આ પર્વ નિમિતે સૌ ગુરૂભકતો પોતાના ગુરૂદ્વારે જઇ ગુરૂનું પૂજન ગુરૂવંદના કરી કૃતજ્ઞતા વ્યકત કરે છે અને આધ્યાત્મિક ઉન્નતી પ્રાપ્ત કરે છે.

પૂ. જેન્તીરામબાપાએ જણાવ્યું હતું કે ગુરૂએ તત્વ છે જે સાધકને અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જાય છે અને આધિ વ્યાધિ અને ઉપાધિના ત્રિવીધ તાપમાંથી મુકત કરી હળવાફુલ જેવા બનાવી મનુષ્યને આનંદીત જીવન જીવવા અને સાકાર સ્વરૂપમાંથી નિરાકાર સ્વરૂપમાં ભજન સ્મરણ કરવાના આ ગતિ પ્રાપ્ત થાય છે.

અને મનુષ્યમાં સ્હજરીતે આધ્યાત્મિક પરિવર્તન થાય છે અને ભાર વગરનું જીવન હળવાફુલ બની સાક્ષી અને મિમિતભાવથી તે જીવનની દરેક ક્ષણો ભગવાનના સ્મરણમાં વિતાવે છે અને ભગવાનમય બની જાય છે આપણા શાસ્ત્રો પુરાણોમાં ગુરૂપૂર્ણિમાનું અનેક ગણુ મહત્વ રહ્યું છે. આ પર્વે સૌ ગુરૂભકતો પોત પોતાના ગુરૂ દ્વારે અવશ્યક જઇને ભાવવંદના કરે છે.

ગુરૂવારે સવારથી જ પૂ. જેન્તીરામ બાપાના ભજન સત્સંગ સાથે આ પર્વનો પ્રારંભ થશે. આ અવસરે મુંબઇ અમદાવાદ રાજકોટ સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાત સહિતના પ્રાંતો અને દેશ વિદેશથી સતપરિવારના સત્સંગી ભાઇઓ બહેનો આવનાર હોય ત્યારે ચોમાસાની સિઝનને ધ્યાને લઇ ૧૦૦*૧૦૦નું વિશાળ તાલપત્રી જડીત સત્સંગસભાનું છમીયાણુ ઉભુ કરાયું છે તેમજ ૧૦૦*૧૦૦નું ભોજનાલયનું ડોમ તૈયાર કરાવ્યું છે. ઉપરાંત શુક્રવારે ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે સવારે ૯ કલાકે પૂ. જેન્તીરામબાપા તેમના ગુરૂદેવ પૂ. હરિરામબાપાના ચરણપાદુકાનું શાસ્ત્રોકતવિધી સાથે પૂજન કરશે. બાદમાં સત્સંગ સભામાં ગુરૂપૂર્ણિમાં પર્વ અંગે સૌભકતો મહત્વ સમજાવી આશિવર્ચન પાઠવશે. ત્યારબાદ સૌ ગુરૂભકતો દ્વારા પૂ. જેન્તીરામબાપાનું પૂજન અને ભાવવંદના કરશે. આ તકે માનવ સેવા સરીતારૂપે રકતદાન કેમ્પ દંતયજ્ઞ એકયુપ્રેસર કેમ્પ સહિતના આયોજન પણ કરાયા છે.

આ અવસરે આવનાર પ્રત્યેક ભાવિકો માટે ભોજન પ્રસાદ આવાસ નિવાસની તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ અવસરે સૌ ધર્મપ્રેમી જનતાને સત્સંગ અને ભોજન પ્રસાદનો લાભ લેવા પૂ. જેન્તીરામબાપાએ ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.

(11:31 am IST)