Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ગીર સોમનાથ જિલ્લામાં પુરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે માટે ૯૧ ટીમ કાર્યરત

પ્રભાસ પાટણ તા. ૨૧: ગીર-સોમનાથ જિલ્લાના સોૈથી વધુ અસરગ્રસ્ત ઉના, ગીરગઢડા, કોડીનાર અને સુત્રાપાડા તાલુકામાં તંત્ર દ્વારા વિશેષ કાળજી લેવામાં આવી છે જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્માના જણાવ્યા અનુસાર છ તાલુકાને આવરી લઇ કુલ ૯૧ ટીમની રચના કરવામાં આવી છે. જેમાની મકાન ઘરવખરી અને કેશ ડોલ્સ માટે ૫૪ ટીમ હાલ જિલ્લાનાં ગામડાઓ ખુંદી રહેલ છે સર્વે કામગીરી સંભાળી લીધી છે. જયારે કૃષિ વિષયક બાબતો માટે ૩૪ ટીમ હવે કાર્યરત થશે.

 મકાનનાં નુકશાન માટે એન્જીનીયર સાથે -૧૦ ટીમ છે ફીલ્ડ સર્વે માટે ૩૪ ટીમ છે પશુપાલન માટે ૬ ટીમ છ સાથે આ ટીમોની કામગીરીને સપોર્ટ કરવા એકાઉન્ટસ તથા વહીવટી વિભાગનાં કર્મચારીઓને ફોલોઅપ વર્ક તથા લોકોને સત્વરે સહાય ચુકવવાની, કામગીરી થઇ શકે તે માટે ડેપ્યુટ  કરવામાં આવ્યા હોવાનું નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલે જણાવેલ હતું.

જિલ્લા કલેકટર અજય પ્રકાશના માર્ગદર્શન તથા ઉના પ્રાંત અધિકારી મહેશ પ્રજાપતિ, વેરાવળ પ્રાંત અધિકારી પ્રદિતસિંહ રાઠોડ સાથે સમગ્ર જિલ્લા વહીવટ તંત્રનાં અધિકારીઓ અસરગ્રસ્તો માટે પુરી નિષ્ઠાથી ફરજ બજાવવા સાથે અસરગ્રસ્તોને સહયોગી થઇ રહેલ છે.

કોડીનાર માટે જિલ્લા પુરવઠા અધિકારી શીતલબેન પટેલ, ગીરગઢડા ના. કલેકટર ભાવનાબેન ઝાલા, વેરાવળ માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ચાવડા, સુત્રાપાડા માટે જિલ્લા શિક્ષણ અધિકારી મયુર પારેખ અને તાલાલા માટે જિલ્લા પ્રયોજના અધિકારીની જવાબદારી સંભાળેલ છે.

(11:30 am IST)