Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

લોધીકા પાસે અકસ્માતમાં સાંગણવા ગામના શામજીભાઇ કથીરીયાનું મોત

રાજકોટ, તા., ર૧: લોધીકા પાસે ફોર વ્હીલના ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક સ્વાર સાંગણવાના પટેલ વેૃધ્ધનું મોત નિપજયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના સાંગણવા અને માખાવડ ગામ વચ્ચે ફોર વ્હીલ ચાલકે બાઇકને ઉલાળતા બાઇક સ્વાર  શામજીભાઇ રવજીભાઇ કથીરીયા (ઉ.વ.૬ર) (રહે. સાંગણવા, તા. લોધીકા)ને ગંભીર ઇજા થતા તેનું મોત નિપજયું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર જગદીશ કથીરીયાએ અજાણ્યા ફોર વ્હીલ ચાલક સામે ફરીયાદ કરતા લોધીકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:15 pm IST)
  • રાજકોટ સહીત સૌરાષ્ટ્રવાસીઓને મળશે રાહત: મુંબઈથી આવતી દુરંતો એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવાઈ: અત્યાર સુધી આ ટ્રેન અમદાવાદ સુધી જ આવતી હતી: હવે રાજકોટ સુધી લંબાવાઈ access_time 8:22 pm IST

  • કાલાવાડ રોડ પર આવાસ યોજનામાં કોર્પોરેશનના દરોડાઃ ૧૫ ફલેટમાં ધુસણખોરી : શહેરનાં કાલાવડ રોડ પર બિશપ હાઉસ પાછળ મ્યુનિ.કોર્પોરેશનની આવાસ યોજના કવાર્ટરમાં આવાસ યોજના વિભાગનું ચેકીંગ : ૧૫ કવાર્ટરનો કબ્જો લેવાયો access_time 4:26 pm IST

  • સુરત : કામરેજમાં ગોલ્ડન પ્લાઝા શાક માર્કેટ પાસે ટ્રિપલ મર્ડરનો આરોપી ગૌતમ ગોયાણી ઉર્ફે ગોલ્ડનની મોડી રાત્રે કરાઈ હત્યા : કામરેજ પોલીસે તપાસ શરૂ કરી : કિશન ખોખર અને તેના સાગરીતો દ્વારા હત્યા કરવામાં આવી હોવાની આશંકા : જમીનના ઝઘડામાં ગૌતમે 3 હત્યા કરી હતી access_time 11:19 am IST