Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

સુરેન્દ્રનગરના મુળીમાં પાણી વાળવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ સવારે લાશ મળી : હત્યા કરનારની શોધખોળ

વઢવાણ તા ૨૧:  મુળીના કોળીપરા વિસ્તારમાં રહેતા કરમશીભાઇ પ્રભુભાઇ ગળધરીયા ત્રીજા ભાગે ખેતી રાખી પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા હતાં હલમાં ખેતરમાં ઉનાળુ જુવારનું વાવેતર કરાયુ હોવાથી રોજ તેની માવજત અને દેખભાળ રાખવા કરમશીભાઇ ખેતર જતા હતા ખેતર માલીકના મોટર સાયકલ બેસી અવાર-નવાર તેઓ ખેતરે જતા હતાં.

રોજના ક્રમ પ્રમાણે મોડી સાંજે ઘરે જમીને તેઓ જીતેન્દ્રસિંહના બાઇકમાં બેસીને ખેતરે ગયા હતાં. બાદમાં સવારે ઘરે ન આવતા પરિવારજનો મુંઝવણમાં મુકાયા હતા અને તેમને શોધવા પરિવારનાં સભ્યો આમ તેમ ફરતા હતા આ દરમિયાન કરમશીભાઇ ની લાશ તે જે ખેતર વાવતા હતા તે જ ખેતરમાં જાહેરમાં લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. પીએસઆઇ ડી. બી. રાણા, ગીરીરાજસિંહ જાડેજા, રાયસંગભાઇ સહિતનાઓએ સ્થળ પર જઇ લાશને પી. એમ. માટે દવાખાને મોકલી આપી હતી. જેને ડોકટર દ્વારા તપાસ કરતા કરમશીભાઇ ગળધરીયાને માથાના ભાગે તિક્ષ્ણ હથીયાર ના ઘા મારી હાથના ભાગે ઇજાઓ પહોંચાડી હત્યા નિપજાવી  હતી.

શા માટે કરી ? સહિતની તપાસ માટે પોલીસે એફએસએલ અને ડોગ સ્કોડની મદદ લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જિલ્લા પોલીસ વડા દિપકકુમાર મેઘાણી ઘટના  સ્થળ પર જઇ વિગતો મેળવી આરોપીને ઝડપી પાડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.

કરમશીભાઇની જે જગ્યા પર હત્યા થઇ છે તે જોતા એવું જાણવા મળી રહ્યું છે કે જે જગ્યાએ પાણી વાળતા હતા તે જ જગ્યાએ તેમની લાશ મળી આવી હતી. આથી બનાવ પહેલા કોણ મળવા આવ્યુ હશે અને બાદમાં બોલાચાલી બાદ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકયા હોવાનું પ્રાથમિક અનુમાન પોલીસ લગાવી રહી છે.

(3:41 pm IST)
  • બુખારીએ દિલ્હી હાઇકોર્ટને કહ્યું મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી ઈમામની પદવી :જમા મસ્જિદના શાહી ઇમામ મૌલાના સૈયદ અહમદ બુખારીએ મસ્જિદમાં પોતાના પુત્રને ઉત્તરાધિકારી બનાવવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે આ પદવી પહેલા ઇમામને મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી અને વર્ષોથી તેમના પરિવારને જ ઇમામ બનાવાય છે જે હજુ સુધી કાનૂની વિવાદમાં નથી access_time 1:39 am IST

  • રાજકોટ સહીત સૌરાષ્ટ્રવાસીઓને મળશે રાહત: મુંબઈથી આવતી દુરંતો એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવાઈ: અત્યાર સુધી આ ટ્રેન અમદાવાદ સુધી જ આવતી હતી: હવે રાજકોટ સુધી લંબાવાઈ access_time 8:22 pm IST

  • ગુજરાતમાં ધોરણ-3ના 41 ટકા વિદ્યાર્થીઓ 999 સુધીના આંકડા લખી અને વાંચી શકતા નથી. ધોરણ - 5ના 41 ટકા વિદ્યાર્થીઓ 1000થી મોટા આંકડા લખી-વાંચી શકતા નથી. ધોરણ 3,5 અને 8ના 40 ટકા વિદ્યાર્થીઓ ગણિત, પર્યાવરણ અને ભાષાના જવાબ આપી શકતા નથી. ધોરણ-3ના 50 ટકા, ધોરણ 5માં 53 ટકા શિક્ષકો ભણ્યા હોય તેનાથી જુદો વિષય ભણાવે છે તેમ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું. access_time 6:19 am IST