Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

જામનગરમાં માતાની સાથે તળાવે ગયેલ ૧૭ વર્ષની વિપ્ર તરૂણીએ બીપીની ૫૬ ગોળી ખાઇ જીવ ટૂંકાવ્યો

પાલિકાના કોન્ટ્રાકટર કવાડ કન્સ્ટ્રકશનની ઓફિસમાંથી ચોકીદાર જ ૧૭ લાખ લઇ ગયો : બે શખ્સો સામે ચોરીની રાવ

જામનગર તા. ૨૧ : અહીં ગોકુલનગરમાં રહેતા દિપક મનહરલાલ જોષી ઉ.વ. ૪૮ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તેમની દિકરી હીરલબેન દિપકભાઈ જોષી ઉ.વ. ૧૭ વાળી તેમની માતા યોગીતાબેન સાથે તળાવની પાળે ગયેલ અને બપોરના સુમારે કોઈ અગમ્ય કારણોસર બી.પી.ની પ૬ ગોળીઓ ખાઈ જતાં સારવાર અર્થે હોસ્પિટલે લઈ જતાં ફરજ પરના ડોકટરે તેઓને મૃત જાહેર કરેલ હતી. અહીં કૃષ્ણનગરમાં રહેતા અને જામનગર મહાનગરપાલિકામાં મોટા કામનો કોન્ટ્રાકટર તરીકે કામ કરતા કવાડ કન્સ્ટ્રકશન નામની પેઢી ધરાવતા રણછોડભાઈ ખીમજીભાઈ કવાડ ઉ.વ. ૪ર એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, પેઢી કવાડ કન્સ્ટ્રકશનની ઓફીસમાં ચોકીદાર તરીકે કામ કરતો વિક્રમ બહાદુર તથા તેનીલ સાથેનો અજાણ્યો માણસએ બંધ ઓફીસમાં પ્રવેશ કરી ઓફીસમાં રાખેલ કબાટના લોક તોડી તેમાં રાખેલ રોકડ રૂ. ૧૭ લાખ લઈ જઈ એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

(3:41 pm IST)
  • રાજ્યની તમામ આરટીઓમાં પાકા લાઈસન્સ માટે સેન્સર વાળા ટ્રેક પર ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી ફરી ખાનગી એજન્સીને સોંપવાની કવાયત શરૂ કરતું ગુજરાત RTO access_time 11:19 am IST

  • બુખારીએ દિલ્હી હાઇકોર્ટને કહ્યું મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી ઈમામની પદવી :જમા મસ્જિદના શાહી ઇમામ મૌલાના સૈયદ અહમદ બુખારીએ મસ્જિદમાં પોતાના પુત્રને ઉત્તરાધિકારી બનાવવાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે આ પદવી પહેલા ઇમામને મુગલ બાદશાહ શાહજહાંએ આપી હતી અને વર્ષોથી તેમના પરિવારને જ ઇમામ બનાવાય છે જે હજુ સુધી કાનૂની વિવાદમાં નથી access_time 1:39 am IST

  • સુરેન્દ્રનગર : વઢવાણ તાલુકાના સાંકળી ગામે વિજ ચેકીંગમા ગયેલ PGVCL ટીમ પર ગ્રામજનોએ કર્યો પથ્થરમારો access_time 11:18 am IST