Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

શનીવારે 'પાસ' દ્વારા ધ્રાંગધ્રાના મોટી માલવણમાં પાટીદાર ન્યાય મહાપંચાયત : ભાજપ - કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને આમંત્રણ

જો ધારાસભ્યો હાજરી નહી આપે તો તેમના ઘરે વિરોધ પ્રદર્શન કરાશે : હાર્દિક પટેલ

રાજકોટ તા. ૨૧ : પાટીદાર અનામત આંદોલનની ફરી વેગવંતુ કરવા માટે તા. ૨૬ને શનિવારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના માલવણમાં પાટીદાર ન્યાય મહાપંચાયતનું આયોજન કરાયું છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ ગુજરાતના કન્વીનર હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરીયાએ જણાવ્યું છે કે, તા. ૨૬ને શનિવાર રાત્રે ૭ કલાકે ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામ ખાતે પાટીદાર અનામત મુદ્દે પાટીદાર ન્યયા મહાપંચાયતમાં ગુજરાતના મુખ્ય પાટીદાર ગામડાઓમાંથી તમામ સાથીઓ ઉપસ્થિત રહેશે.

મહાપંચાયતમાં પાટીદાર સમાજને અનામતનો લાભ આપવા તથા નિર્દોષ પાટીદાર યુવાનો પરથી રાજદ્રોહ સમેત કેસ પાછા ખેંચવા માંગણી કરાશે.

આ અંગે હાર્દિક પટેલે 'અકિલા'ને જણાવ્યું હતું કે, આ મહાપંચાયતમાં ૨૫ હજારથી વધુ પાટીદારો ઉમટી પડશે અને ભાજપ - કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોને આમંત્રણ પાઠવાયું છે અને તેઓ હાજરી નહી આપે તો તેમના ઘરે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

 

(11:09 am IST)
  • લોકશાહી બચાવવા તમામ પક્ષોએ એકજુથ થવું જરૂરી :2019માં ભાજપને હરાવવા આમઆદમી પાર્ટી તમામ વિપક્ષ સાથે મળીને લડશે :આજે બંધારણ ખતરામાં છે અને તેને બચાવવું સમયની માંગ છે :આપના સાંસદ સંજયસિંહએ કહ્યું કે કુમારસ્વામીના શપથ સમારોહમાં આપ પાર્ટી જોડાશે access_time 1:38 am IST

  • રાજ્યની તમામ આરટીઓમાં પાકા લાઈસન્સ માટે સેન્સર વાળા ટ્રેક પર ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી ફરી ખાનગી એજન્સીને સોંપવાની કવાયત શરૂ કરતું ગુજરાત RTO access_time 11:19 am IST

  • રાજકોટ સહીત સૌરાષ્ટ્રવાસીઓને મળશે રાહત: મુંબઈથી આવતી દુરંતો એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવાઈ: અત્યાર સુધી આ ટ્રેન અમદાવાદ સુધી જ આવતી હતી: હવે રાજકોટ સુધી લંબાવાઈ access_time 8:22 pm IST