Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ધોરાજીમાં શંકાસ્પદ 'કોરોના'નો કેસ

ધોરાજી,તા.૨૫: ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ૧૦૮ મારફત કોરોનાના લક્ષણો ધરાવતો ધોરાજીના જમનાવડ રોડ રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ પાસેથી દર્દી સરકારી હોસ્પિટલ ખાતે આવતા તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલના તબીબો એ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરેલ છે.

હોસ્પિટલના અધિક્ષક ડો જયેશ વસેટીયનએ જણાવેલ કે ,સરકારી હોસ્પિટલ ખાતે કોરોના નો શંકાસ્પદ કેસ આવ્યો છે જેની તપાસ ધોરાજીના ડોકટરોએ તાત્કાલિક કરી છે અને દર્દીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે રિપોર્ટ આવ્યા બાદ તાત્કાલિક અસરથી રાજકોટ ખસેડવામાં આવશે આ બાબતે રાજકોટ જિલ્લાની આરોગ્ય ટીમને પણ જાણ કરવામાં આવી છે. જમનાવડ રોડ રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ પાસે રહેતા દર્દી ૩૪ વર્ષના છે.

તેઓ અમદાવાદ બરોડા ગયા હતા અને ત્યાંથી પરત આવતા શરદી ઉધરસ જેવા લક્ષણો વધી જતા અને દર્દીની તપાસ કરતા કોરોના વાયરસના લક્ષણો હોય જેથી તાત્કાલિક અસરથી સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને તપાસ હાથ ધરાઇ છે.

દર્દીને તાત્કાલીક અસરથી રિપોર્ટ આવ્યા બાદ રાજકોટ ખસેડવામાં આવશે તેમ ડોકટર જયેશ વસેટીયનએ જણાવ્યું હતું.

(4:19 pm IST)