Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

પોરબંદરમાં સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખી શકાશે

જરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરવા જતા લોકોએ ટોળામાં ન જવા તેમજ દુકાન પાસે વધુ લોકોને એકઠા ન થવા અપીલ

પોરબંદર તા. રપ : કોરાનોના પ્રકોપ સામે લોકડાઉન દરમિયાન જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો સવારે૧૦ થી સાંજે ૬ સુધી ખુલ્લી રાખી શકાશે તેમ જિલ્લામાં પોલીસ વડા ડો. પાર્થરાજસિંહે જણાવ્યું છે.

લોકડાઉન દરમિયાન કરિયાણાની દુકાનો દુધ, દહી, શાકભાજી, ફળ, પેટ્રોલ સહિત જે વસ્તુઓની યાદી આવશ્યક ચીજવસ્તુઓમાં આવે છે. તે તમામ ચીજ વસ્તુઓની દુકાનો સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.

શાકભાજી દુધ સહિત વસ્તુઓની ખરીદી માટે જતા લોકોએ ટોળામાં ન જવા તેમજ દુકાન પાસે વધુ વ્યકિતઓએ ભેગા ન થવા સહકાર આપવા કલેકટરશ્રી ડી.એમ.મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે. શહેરમાં મટન અને ફિશ માર્કેટની સંપૂર્ણ સફાઇ કરવામાં આવી હતી.

(1:18 pm IST)