Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

દ્વારકા જિલ્લામાં બે ફદીયા માટે લોકોના આરોગ્યને જોખમમાં મુકતા ૧૧ દુકાનદારો સામે ગુનો નોંધાયો

પોલીસનું શહેર ગ્રામ્ય વિસ્તારમાં સતત રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ

ખંભાળીયા, તા.૨૫: દ્વારકા જિલ્લામાં વધુ ૧૧ દુકાનદારો સામે જાહેરનામા ભંગ સબબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

લોકોના આરોગ્યને કોરાણે મુકી પોતાનો સ્વાર્થ પ્રથમ જોઇ રહ્યા છે તેવા દ્વારકા જિલ્લાના ૧૧ દુકાનદારો વિરૂધ્ધ પોલીસે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી ગુનો નોંધ્યો છે.

જેમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી ગુનો નોંધ્યો છે. જેમાં ભાણવડના ઢેબર ગામે પાન-ફાકીની દુકાન ખુલ્લી રાખી ધંધો કરતા મામદ બાવા હિંગોરા, વેરાડ ગામે પ્રમુખ કોર્પોરેશન નામની દુકાનના સંચાલક વિવેક દયાળજી નકુમ, સેવક દેવળીયાના પાન-ફાકીની દુકાન ખુલ્લી રાખતા હારૂન જુસબ હાલેપોત્રા, ભાણવડની રવિરાજ હોટેલ પાસેની ચાની હોટેલ ધરાવતાં અરજણ મેરામણ આંબલીય તેમજ દ્વારકા કાનદાસ બાપુના આશ્રમ પાસે ચાની લારી ઉભી રાખી લોકોને ભેગા કરતાં નાગજી સવજી ચોપડા, રાવલમાં લક્ષ્મી એગ્રો એજન્સી નામની દુકાન ખુલ્લી રાખતા અમુલ સવજી રાઠોડ, કલ્યાણપુરમાં ઘેડીયા ફર્નિચર નામની દુકાન ખુલ્લી રાખતા દિનેશ વશરામ ભેડીયા, કલ્યાણપુરના ખાખરડાની પાન-ફાકીની દુકાન ખુલ્લી રાખતા નિકુલસિંહ કેશુભા જાડેજા, ખંભાળિયાના જોધપુર નાકા પાસે શિવમ સીટ કવરની દુકાન ખુલ્લી રાખતા દુકાન સંચાલક સંજય અમૃત જેઠવા, કણઝાર હોટેલ પાસે ડિલક્ષ પાન નામની દુકાન ચલાવતા હિતેશ રણમ લગારીયા આ તમામ વિરૂધ્ધ જિલ્લા કલેકટરના જાહેરનામા ભંગ સબબ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી કરી હતી.

સઘન ચેકીંગઃ ખોટી રીતે બહાર નીકળતાને અટકાવાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારત સરકાર દ્વારા જાહેર કરેલા ૨૧ દિવસના લોકડાઉનના સંદર્ભમાં ભાણવડ, ખંભાળિયા, દ્વારકા તથા કલ્યાણપુરમાં જિ.પો.વડાની રોહન આનંદ દ્વારા રાત્રિના ૧૨ વાગ્યાથી હાઇવે પર તથા ગામમાં પ્રવેશ તથા નિકાસીના રસ્તા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો તથા વગર કારણે નીકળીને ફરતા લોકોને ઘરમાં મોકલવા પ્રયાસો ચાલુ કરાયા છે.

એસ.પી.ની સુચના

જિ.પો.વડાશ્રી રોહન આનંદ દ્વારા સમગ્ર રાજયમાં ૨૧ દિવસ લોકડાઉન હોય જરૂરી કામ સિવાય બહાર ના નીકળવા, બહારગામ ના જવા જણાવેલ તથા શાકભાજી, દૂધ, અનાજ જેવી આવશ્યક ચીજોની દુકાનો ચાલુ રહેવાની હોય, ખોટી રીતે દુકાનો પર ભીડ ના કરવા તથા દુકાનોએ ખરીદી કરવા જતા સલામત અંતર રાખવા જણાવ્યું હતું.

(1:16 pm IST)
  • વિશ્વમાં કોરોના 4 લાખનો આંક વળોટી ગયો : 17480 મોત : 1 લાખ ઉપર રિકવર થયા ; 2,79,862ને અત્યારે કોરોના પોઝિટિવ છે : 12,358ની સ્થિતિ ગંભીર : 2,67,504ને માઈલ્ડ કોરોનાની અસર access_time 10:52 pm IST

  • ભરૂચમાં વાતાવરણમાં પલટો : સવારથી જ વાદળછાયું વાતાવરણ. છવાયું :એક તરફ કોરોનાના કહેર વચ્ચે બજારો બંધ જ્યારે વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતિત :ભરૂચમાં વરસાદી વાતાવરણના કારણે ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં access_time 10:23 am IST

  • લોકડાઉનમાં ઘરે જ મંગાવો પૈસા : આઈસીઆઈસીઆઈએ સુવિધા શરૂ કરી : આઈસીઆઈસીઆઈ બેંકની વેબસાઈટ મુજબ, ઘર રોકડ ડિલીવરી માટે બેંકની વેબસાઈટ પર Bank@homeservice લોગ ઈન કરી કે કસ્ટમર કેરમાં ફોન કરી સુવિધાથી જોડાઈ શકો છો. રોકડ મંગાવવા સવારે ૯ વાગ્યાથી બપોરે ૨ વાગ્યાની વચ્ચે અનુરોધ કરી શકે છે. બે કલાકની અંદર આપના જરૂરીયાતના રૂપિયા મળી જાય છે. તેના દ્વારા બે હજારથી લઈને બે લાખ રૂપિયા સુધી મંગાવી શકાય છે. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એકિસસ, કોટક જેવી અનેક બેંક ગ્રાહકો માટે આ સુવિધા આપે છે. access_time 3:19 pm IST