Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

મુળી પોલીસ દ્વારા ગામડાઓમાં પગપાળા પેટ્રોલીંગઃ ઝાલાવાડમાં લોકડાઉન

સરા ગામે વિદેશીથી આવેલા ત્રણ સહિત ૧૪ની તપાસણીઃ ઘરની બહાર નહીં નિકળવા સુરેન્દ્રનગર વાસીઓની પ્રતિજ્ઞા

વઢવાણ,તા.૨૫: કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દિધો છે ત્યારે મૂળી પંથકમા ધારા-૧૪૪ હેઠળ સમગ્ર તાલુકામા લોક ડાઉન વ્યવ્સ્થા જળવાઇ રહે તેમાટે મૂળી પી એસ આઇ ડી.જે.ઝાલાના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ગોઠવવામા આવેલ છે તંત્રને સહકાર આપવાના બદલે અમુક લોકો ઘરમાં પુરાઇ રહેવાના બદલે કોઇ કામ વિના ઓટલા તોડતા હોય અથવા લટાર મારવા નિકળે છે મૂળી તાલુકામા ચુસ્ત પગલા લેવાના ભાગરૂપે મૂળી પી એસ આઇ ડી.જે.ઝાલા સહિત સ્ટાફે મૂળી ટીકર સરલા ગઢડા વડધ્રા વેલાળા વિરપર ચોકડી અને સરા પેટ્રોલીંગ હાથ ધરેલ હતી. સરાગામમા પગપાળા ગામના વિવિધ વિસ્તારોમા નિકળી લોકોને કોરોના વાયરસથી સતર્ક રહેવા તેમજ ઘરોમા રહો સુરક્ષીત રહો સાથે તંત્રની કોરોના સામેની લડાઇમા વધુનેવધુ સહકાર આપવાનીઙ્ગ અપીલ કરી ત્રીજા દિવસે પણ સમગ્ર મૂળી તાલુકો લોકડાઉન રહયો હતો. કરીયાણા દુધ શાકભાજી સહિત જીવન જરૂરી ચીજ વસ્તુઓ ગામ અને ગ્રામ્ય વિસ્તારના વાડી વિસ્તારના મજુરો માટે ત્રણેક કલાક વેપાર ચાલુ કરેલ હતો. બપોર બાદ સમગ્ર મૂળી તાલુકો શટડાઉન લોકડાઉન જોવા મળેલ હતો.

 

મૂળી તાલુકામા કોરોના વાયરસ અતર્ગત લીયાગ્રા.પંના સરપંચ તનવીરસિહ રાણાએ આરોગ્ય કર્મચારીની સાથે રહીને ધરે ધરે સર્વે કરાવી ગ્રામજનોની આરોગ્યની કાળજી લીધી હતી સરા પ્રા આ કેન્દ્રના તબીબ ડો.જીગ્નેશ વણોલ ડો.જે.ડી.રાવલ ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય કર્મચારીઓની જુદી જુદી ટુકડીઓ એ સરા સહિત ગામો વાડી વિસ્તારમા રહેતા પરિવારોના ધરે ધરે ફરી સર્વેની કામગીરી બજાવી હતી.

હકીભાઇ શુકલ સહિત ગ્રા.પંની ટીમ દ્વારા તેમજ વતન પરત ફરેલા લોકોએ ગ્રામજનો અને પરિવાર જનોની સલામતી સામે મેડીકલ ચેકઅપ કરાવાની મુનાસીબ સમજી ચેકઅપ કરાવેલ હતુ. સરા પ્રા. આ કેન્દ્રના તબીબ ડો વણોલે જણાવ્યા મુજબ સરાગામે આઉટ ઓફ કન્ટ્રી મા જઇ આવેલ સરા ગામના ત્રણ અને જુદા જુદા જીલ્લામાંથી વતન પરત ફરેલ ૧૬ લોકોનુ ચેકઅપ કરેલ હતુ. કોઇપણ વ્યકિતને કોરોનાના લક્ષણ દેખાયા ન હતા. તંત્ર અને ગ્રામજનોએ રાહતની લાગણી અનુભવી હતી.

સાંસદ મુજપરાની અપીલ

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાઈરસના ૫૦થી વધુ સેમ્પલો લઇને રિપોર્ટ કરાવવા માટે આપવામાં આવ્યા છે ત્યારે આ તમામે તમામ સેમ્પલો બહારથી આવેલા લોકોના છે. ત્યારે બીજી તરફ વાત કરીએ તો સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે એક ખાસ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાઈરસના પગલે આગામી ૧૪ એપ્રિલ સુધી સુરેન્દ્રનગર જિલ્લાની માર્કેટોમાં વેપારીઓએ પણ સમર્થન આપ્યું છે.

બીજી તરફ સાંસદ ડોકટર મહેન્દ્ર ભાઈ મુંજપરા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને ગઈકાલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લેવામાં આવેલ નિર્ણયનો ચુસ્તપણે પાલન કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને ખોટી રીતે ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે અને સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને કોરોના વાયરસના લક્ષણ દેખાય તો સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલમાં તાત્કાલિક રીતે રિપોર્ટ કરાવી યોગ્ય સારવાર મેળવી લેવા પણ સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ડોકટર મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે. અને ખાસ તો કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે પણ સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ દ્વારા અપીલ કરવામાં આવી છે.

(1:12 pm IST)
  • વડોદરાના નીઝામપુરના યુવકને કોરોના પોઝીટીવ : યુવાનના પિતા અને અન્યો શ્રીલંકા ગયા હતા access_time 3:34 pm IST

  • મધ્યપ્રદેશના તમામ પત્રકારોને કોરોના ટેસ્ટ કરાવવા આદેશ : મધ્યપ્રદેશના તમામ પત્રકારોને બ્લડ તપાસ કરાવવા આદેશઃ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની પ્રેસ.કોન્ફરન્સમાં હાજર હતા પત્રકારઃ પત્રકારની પુત્રીમાં જોવા મળ્યા કોરોના લક્ષણઃ મધ્યપ્રદેશમાં પત્રકારને કોરોનાની પુષ્ટિ access_time 3:32 pm IST

  • મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે પ્રથમ મોત:મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે એક મહિલાનું મોત નિપજ્યું: જમ્મૂ કશ્મીરમાં કોરોનાના 4 પોઝિટીવ કેસ જોવા મળ્યા હતા access_time 12:26 am IST