Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

પાટણવાવ પોલીસ દ્વારા ગરીબ પરિવારોને રાશનની કિટનું વિતરણ

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોરોના વાઇરસ ન ફેલાય તે અંગે જીલ્લા મેજી. રાજકોટનું જાહેરનામું હોય ત્યારે રોજીંદી મજુરી કરી ગુજરાન ચલાવતા લોકો કે જેને ભોજનની વ્યવસ્થાની જરૂરત તેવા લોકોને ભોજન માટે પ દિવસના રાશનની સામગ્રી (કીટ) પાટણવાવ પી.એસ.આઇ. વાય. બી. રાણા, પાટણવાવ પોલીસ સ્ટાફ અને પાટણવાવ કોઠારી પરીવાર દ્વારા એનાયત કરી માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૃં પાડવામાં આવ્યું હતું. તસ્વીરમાં પાટણવાવના પી.એસ.આઇ. વાય. બી. રાણા તથા સ્ટાફ કિટ એનાયત કરતા નજરે પડે છે.

(1:09 pm IST)