Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

જામકંડોરણા આજે ચોથા દિવસે સજજડ બંધ જામકંડોરણા અને તાલુકામાં ૧૦ લોકો હોમ કવોરન્ટાઇન

જામકંડોરણા તા. રપઃ કોરાના વાઇરસને લઇને સરકારશ્રી દ્વારા લોક ડાઉન જાહેર કરતા આજે ચોથા દિવસે પણ જામકંડોરણા શહેર સજજડ બંધ રહ્યું હતું આવશ્યક સેવાઓને બાદ કરતા જામકંડોરણા શહેરના તમામ વિસ્તારો આજે સવારથી જ સજજડ બંધ જોવા મળી રહ્યા હતા.

આ કોરાના વાયરસ અંગે સાવચેતીના પગલા રૂપે વિદેશથી અને બીજા રાજયોમાંથી આવતા લોકોને તેમના ઘર કવોરન્ટાઇન કરવાના હુકમના પગલે તાલુકા હેલ્થ ઓફીસર ડો. સમીર દવેના જણાવ્યા પ્રમાણે જામકંડોરણા શહેર તથા તાલુકાના ૧૦ લોકોને ઘર કવોરન્ટાઇન હેઠળ રખાયા છે અને આ મકાનની બહાર આ મકાનની મુલાકાત લેવી નહીં આ ઘર કવોરનટાઇન હેઠળ છે તેવા સ્ટીકર લગાવી દેવામાં આવ્યા છે અને આવા મકાનોની આરોગ્ય કર્મચારીઓ અને પોલીસ દ્વારા તપાસ કરાવમાં આવે છે.

(1:07 pm IST)
  • અમિતાભનું ટ્વીટ સૌને ચોંકાવે છે : અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને નરેન્દ્રભાઈ મોદીને જણાવ્યું છે કે કોરોના માખીથી પણ ફેલાઈ શકે છે access_time 10:20 pm IST

  • પાકિસ્તાનમાં ૧ હજારથી વધુ કેસો : ૭ મોત :કોરોના બેફામ બન્યો access_time 3:18 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : મહારાષ્ટ્રનાં સાંગલીમાં એક જ પરિવારનાં પાંચ લોકો કોરોનાથી સંક્રમિત : આ તમામને આઈસોલેશનમાં મોકલી દેવાયા : આ સાથે રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 112 થયો છે. access_time 12:51 pm IST