Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ચલાલા નગરપાલિકા કોરોના સામે એકશનમોડમાં સાવચેતી માટે દવા છંટકાવ-સફાઇના પગલા લેવાયા

ચલાલા, તા. રપ : પાલિકાનું આખુ તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. ચલાલા ન.પા. દ્વારા માસ્ક વિતરણ, ઓષીધી પોટલી વિતરણ રાત્રીના સફાઇ ઝુંબેશ, રાત્રીના દવા છંટકાવ, શહેરીજનો વારંવાર પાણી વડે હાથ વધારે ધોવી શકે અને એકથી વધારે વખત સ્નાન કરી શકે તે માટે વધુ પાણી વિતરણ રેગ્યુલર સફાઇ સહિત વિશેષ સફાઇ સેમીટાઇજર વિતરણ વારંવાર દવા છંટકાવ, શહેરીજનોની જાગૃતી માટે સતત લાઉન્ડ સ્પીકર વાહન ફેરવવુ, સહિત કામીરી પુરજોશમાં આરંભી દીધી છે. ચલાલા ન.પાના પ્રમુખ હિંમતભાઇ દોંગા, ઉપપ્રમુખ અનિરૂદ્ધભાઇ  વાળા, ચીફ શ્રી બી.બી. વીસાણી, ચેરમેન શ્રી પુનાભાઇ રબારી સહિત તમામ સદસ્યો સહીત કર્મચારી ગુજભાઇ વાળા, કાુભાઇ લશ્કરી, મૌલોીક ગોસાઇ સહિતના તમામ કર્મચારીગણ તેમજ તમામ પાણી પુરવઠા વિભાગની ટીમ, તમામ સફાઇ કામદારો, ઇલેકટ્રીશ્યન વિભાગની ટીમ, એન્જીનીયર નીખીલ ધડુક, ઓફીસ સ્ટાફ સહિત ન.પા. તંત્ર કોરાના વાયરસને પહોંચી વળવા રાત દિવસ માટે જહેમત ઉઠાવી રહેલ છે. ન.પા. તંત્રની કામગીરીની શહેરીજનોમા સરહાન થવા પામી છે.

(11:55 am IST)