Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

મોરબીના ચાર શંકાસ્પદ વ્યક્તિના રીપોર્ટ નેગેટીવ આવ્યો : હજુ એક રીપોર્ટ બાકી

 

મોરબી :કોરોના હાહાકાર વચ્ચે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે જોકે સોમવારે ચાર શંકાસ્પદ કેસો સામે આવતા રીપોર્ટ માટે સેમ્પલ જામનગર મોકલ્યા હતા જે તમામ ચાર રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે

મોરબીમાં સોમવારે બપોરે શંકાસ્પદ વ્યક્તિને આઈસોલેશન વોર્ડમાં દાખલ કર્યા હતા અને સાંજના સમયે વધુ બે શંકાસ્પદ કેસો સામે આવતા કુલ ચાર વ્યક્તિને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા જેના સેમ્પલો લઈને જામનગર રીપોર્ટ માટે મોકલ્યા હતા અને આજે રીપોર્ટ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે કારણકે તમામ ચાર વ્યક્તિના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે

જોકે મંગળવારે એક મહિલાને આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી હોય જેનો રીપોર્ટ બુધવારે આવશે જેના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે જોકે હાલ ચાર વ્યક્તિના રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રને રાહત મળી છે.

(12:58 am IST)