-
ટીવી સીરિયલની કઇ અભિનેત્રી સૌથી વધુ ફી વસૂલે છે ? access_time 10:10 am IST
-
અમેરિકામાં એકજ દિવસમાં 1500થી વધુ ફ્લાઈટ્સ રદ થઇ હોવાની માહિતી access_time 6:39 pm IST
-
૧૨ વર્ષની થતા જ છોકરીઓનું લિંગ બદલાઇ જાય છે : બની જાય છે છોકરા access_time 10:01 am IST
-
હવે ‘દયાબેન'ના રોલ માટે એક્ટ્રેસ રાખી વિજનના નામની ચર્ચા access_time 11:45 am IST
-
ચીનના આ ઘાતક હથિયારને જોઈને ઉડી દુનિયાની ઊંઘ access_time 6:52 pm IST
-
દુનિયાની સૌથી લાંબુ નામ ધરાવતી છોકરી, બોલવામાં છૂટી જશે પરસેવો : બર્થ સર્ટિફિકેટ ૨ ફુટનું છે! access_time 9:59 am IST
-
જો હું આજે સિંગલ છું તેનું કારણ છે અજય દેવગન access_time 10:55 am IST
વેરાવળ સુત્રાપાડા વિસ્તારમાં વિમા કંપનીની બોગસ પોલીસીથી કરોડો રૂપીયાની છેતરપીંડી

વેરાવળ, તા.૨૦: સુત્રાપાડા વિસ્તારમાં વિમા કંપનીની અસલ કાગળ ઉપર બોગસ પોલીસીઓ બનાવી કરોડો રૂપીયાની છેતરપીંડી થઈ રહેલ હોય તેવું બહાર આવતા ભારે ખળભળાટ વ્યાપેલ છે.
વેરાવળ સુત્રાપાડા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમય થી ભેજાબાઝ શખ્સો દ્રારા કોમ્પ્યુટર માં મોટરસાઈકલ નો જે વિમો લીધો હોય તેને ટ્રક ના વિમામાં બદલી અને એક વિમા પોલીસીએ ૧પ થી ર૦ હજાર રૂપીયા કમાય લેતા હોય તેવું કૌભાંડ વિમા કંપનીને જાણમાં આવતા ભારે ખળભળાટ વ્યાપેલ છે.
બનાવની વિગત એવી છે વિમા કંપની દ્રારા મોટરસાઈકલનો થર્ડ પાટી વિમો ફકત રૂા.૮૮૭ માં અપાયેલ હતો તેજ નંબરની પોલીસીમાં કોમ્પ્યુર દ્રારા ચેડા કરી અને ટ્રકનો વિમો રૂા.૧૯૪૯૧ નો આપી દીધેલ હોય અને આ પોલીસી આર.ટી.ઓની પરીવહન ની સાઈટ પણ ઉપર ચડી જાય છે આવો કીસ્સો વિમા કંપની પાસે આવતા તે પણ ચોકી ઉઠી હતી ભવીષ્યમાં કયારેય જો અકસ્માત થાય તો કોઈને પણ વિમો મળે નહી તેમ વિમા કંપનીએ જણાવેલ હતું આ વિસ્તારમાં અનેક ભેજા બાજો દ્રારા વિમા કંપનીની પોલીસી ઓનલાઈન નિકળતી હોય તેમાજ ફેરફાર કરી મોટરસાઈકલના બદલે ટ્રક અથવા કોઈપણ મોટી ગાડીનો વિમો ઉતારી લેવામાં આવે છે આવી અનેક બોગસ વિમા પોલીસે આખા વિસ્તારમાં ફરતી હોય તેવો પણ આક્ષેપ થઈ રહેલ છે. ગીર સોમનાથ જીલ્લામાં મોટા ઉદ્યોગો આવેલા છે તેમાં હજારો ટ્રકો ફરતી હોય છે પોલીસ દ્રારા તેને રોકવામાં આવે ત્યારે વિમા પોલીસે માંગે છે ત્યારે ટ્રક ડ્રાઈવરો દ્રારા વિમા પોલીસે બતાવી દેવામાં આવે છે હજારો ટ્રકોની આવી પોલીસીઓ અસલ દરેક પોલીસ સ્ટેશનોમાં ટ્રક માલીકો પાસે મંગાવવામાં આવે તો આખું કૌભાંડમાં કોણ કોણ છે કયો વિભાગ સંડોવાયેલ છે તે પણ બહાર આવે કેન્દ્ર નાણામંત્રી એ પણ સંસદમાં જણાવેલ કે આવી બોગસ વિમા પોલીસીનો ખુલ્લેઆમ ધંધો ચાલી રહેલ છે તેવી ગંભીર નોંધ પણ લીધી હતી.
વેરાવળ ભીડીયા રોડ ઉપર વિદેશી દારૂ બોટલો સાથે મહીલા ઝડપાય
વેરાવળ ભીડીયા રોડ ઉપર રહેણાંક મકાનમાં મહીલા જાહેરમાં વિદેશી દારૂ વેચતી હોય તે બાતમીના આધારે દરોડો પાડી ર૪ બોટલો રૂા.૧ર૦૦૦ ના મુદામાલ સાથે અટકાયત કરેલ હતી.
ભીડીયા રોડ ઉપર રહેણાંક મકાનમાં વિદેશીદારૂ ખુલ્લેઆમ વેચાતો હોય બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા કાંન્તાબેન અરવિંદભાઈ ગોહેલના મકાનમાંથી ર૪ બોટલો રૂા.૧ર૦૦૦ની મળી આવતા મહીલાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.