Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 11 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 16 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 7 કેસ, ગ્રામ્યમાં 1 કેસ ,કેશોદ ,માણાવદર અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 11 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ  16 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 11 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 7 કેસ, ગ્રામ્યમાં 1 કેસ ,કેશોદ ,માણાવદર અને માંગરોળમાં 1-1 કેસ નોંધાયો છે

(8:16 pm IST)
  • ૩૦ જાન્યુઆરીએ દેશ આખો ૨ મિનિટ માટે થંભી જશે : ગાંધીજીને શ્રદ્ધાંજલી અપાશે : ૩૦ જાન્યુઆરીએ મહાત્મા ગાંધીજીનુ નિધન થયુ હતુ અને દર વર્ષે આ દિવસની શહીદ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે કે, દેશની આઝાદીમાં બલિદાન આપનારાઓની યાદમાં આ દિવસે બે મિનિટનુ મૌન રાખવામાં આવે અને સાથે- સાથે કામકાજ અને અવર- જવર પણ બંધ રાખવામાં આવે. ગૃહ મંત્રાલયના આદેશ પ્રમાણે ૩૦ જાન્યુઆરીએ સવારે ૧૧ વાગ્યે બે મિનિટનુ મૌન પાળવામાં આવશે અને સાથે સાથે કોઈ કામકાજ નહીં થાય તેમજ અવર જવર પણ નહીં કરવામાં આવે. જે જગ્યાઓ પર સાયરનની વ્યવસ્થા છે ત્યાં મૌન પાળવા માટે યાદ દેવડાવવા માટે સાયરન વગાડવામાં આવશે. કેટલીક જગ્યાએ આર્મીની તોપના ફાયરથી તેની યાદ દેવડાવવામાં આવશે. આ જ દિવસે ૧૯૪૮માં ગાંધીજીની નાથુરામ ગોડસેએ હત્યા કરી હતી. access_time 4:14 pm IST

  • આજે પ્રથમ દિવસે નવા પ્રમુખ શું કરશે? : ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલ ‘મુસ્લિમ ટ્રાવેલ બાન’ અને સરહદી દિવાલના ચણતરનો જા બાયડન ચાર્જ સંભાળતા વેત પ્રથમ દિવસે અંત લાવે તેવી સંભાવના access_time 5:09 pm IST

  • તાંડવના નિર્માતા અને કલાકારો વિરૂદ્ધ મુંબઈના ઘાટકોપરમાં એફઆઈઆર દાખલ : મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમા તાંડવ વેબસીરીઝના નિર્માતાઓ અને કલાકારો વિરૂદ્ધ આઈપીસી કલમ ૧૫૩-એ, ૨૯૫-એ અને ૫૦૫-૨ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે access_time 5:09 pm IST