Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

જામનગરનાં બાલાચડીમાં સૈનિક સ્કુલનો ૫૮મો વાર્ષિક ઉત્સવઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિ

જામનગરઃ બાલાચડી ખાતે આવેલ સૈનિક સ્કૂલનો ૫૮મો વાર્ષિક ઉત્સવ ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતમાં યોજાયો હતો. આ વાર્ષીકોત્સવના પ્રારંભે સૈનિક સ્કૂલ નજીક આવેલ શોર્ય સ્થળે આવેલ સ્મારકે શિક્ષણ મંત્રીએ પુષ્પાંજલી અર્પણ કરી હતી. બાદમાં વાર્ષિક પ્રદર્શન ખુલ્લુ મૂકયુ હતુ. આ પ્રસંગે બાલાચડીના પ્રિન્સિપાલ ગ્રુપ કેપ્તન રવિન્દ્રસિંહે ભુપેન્દ્રસિંહનું સ્વાગત કરી સૈનિક સ્કૂલનો વાર્ષિક અહેવાલ અને આગામી આયોજનોની આછેરી ઝલક આપી હતી. ત્યાર બાદ સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીની ૧૫૦મા જન્મ જયંતી આધારિત જુદી-જુદી કૃતિઓ અને વિવિધ કલાઓ સ્ટેજ પરથી રજૂ કરી હતી.આ સમારોહમાં રાજય સરકારના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓના જુસ્સા અને જોમને બિરદાવ્યું હતું. દેશની સુરક્ષા માટે સૈનિક સ્કૂલમાં આપવામાં આવતી શિક્ષા વધુમાં વધુ આવનારી પેઢી લ્યે તેવી પણ આશા વ્યકત કરી હતી.સમારોહના અંતે સૈનિક સ્કૂલના વાઇસ પ્રિન્સિપાલ લેફ્ટનન્ટ કમાન્ડન્ડ મનુ અરોરાએ કરી હતી. આ વાર્ષિક ઉત્સવ દરમ્યાન જામનગરના જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. ડોડીયા,જોડિયાના મામલતદાર પુનિત સરપદડીયા સહિતના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.(અહેવાલઃ મુકુંદ બદિયાણી) (તસવીરોઃકિંજલ કારસરીયા,જામનગર)

(1:11 pm IST)