Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

મોરબીમાં ઝઘડામાં થયેલ ઇજાનો ખર્ચ માગતા વિપુલ ચાવડા પર પાઇપથી હુમલો

ઉછીના આપેલ રૂપિયા પરત માંગતા આઘેડ રહીમભાઇને ૫ શખ્સોએ મારમાર્યો

મોરબી,તા.૧૯: મોરબીના ઇન્દિરાનગરમાં આગાઉ થયેલ ઝધડામાં થયેલ ઈજાનો ખર્ચ માંગતા યુવાન પર પાઇપથી હુમલો થયો હતો.

મળતી વિગતો મુજબ મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા વિપુલભાઈ ભીખાભાઈ ચાવડા (ઉ.૨૧)ને આરોપી મનસુખભાઈ અનાભાઇ ચાવડા સાથે એક મહિના પહેલા ઝધડો થયેલ હોય જેમાં ફરિયાદી વિપુલને વાગી ગયેલ હોય જેનો ખર્ચ આપવા સમાધાન થયેલ હોય જે પૈસા અંગે ફરિયાદી વિપુલએ આરોપી મનસુખ ચાવડા પાસે માંગણી કરતા આરોપી મનસુખ ચાવડાએ ગાળો આપી ઢીકા પાટુંનો માર મારી લોખંડના પાઈપ વડે માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ વિપુલભાઈ ચાવડાએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે

બીજા બનાવમાં મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા રહીમ આમદભાઈ સુમરા(ઉ.૫૧)એ આરોપી જગદીશભાઈને ઉછીના રૂપિયા ૫૦૦૦ આપેલ હોય જે પરત માંગતા આરોપી જગદીશભાઈ, જગદીશભાઈનો છોકરો લાલો,ગનીભાઈ ચાનીયા રિક્ષાચાલકનો છોકરોને સારું નહિ લાગતા તેઓએ ફરિયાદી રહીમ સુમરાને ગાળો આપી આરોપી જગદીશભાઈએ લાકડાના ધોકા વડે જમણા પગમાં દ્યા મારી ફેકચર જેવી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી બાદમાં બે અજાણ્યા ઇસમોને આવી તું કેમ જગાભાઈ સાથે માથાકૂટ કરે છે તેમ કહી ઢીકા પાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ મોરબી એ ડીવીઝનમાં રહીમ સુમરાએ નોંધાવી છે.

(1:08 pm IST)