Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ભાવનગરના તળાજામાં જે સ્થળે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા હતા તે સ્થળના ૧૨૦ સંતો દર્શન કરશે

પ્રથમ વખત બી.એ.પી.એસ સંસ્થાના ૧૨૦ સંતો પંચતીર્થનો લાભ લેશે

ભાવનગર તા.૧૯: ગોહિલવાડ નું ઐતિહાસિક તળાજા નગર છે.જિલ્લા માં તળાજાના જુના ગામતળ માં ઉપલા મંદિર તરીકે ઓળખાતી ધાર્મિક જગ્યામાં સ્વંય સ્વામિનારાયણ ભગવાન આવી ગયાંહોય તેને લઈ રવિવારના રોજ બીએપીએસ સંસ્થાના એકસોવીસ સંતો તે જગ્યાએ જઈ દર્શન કરશે.

તળાજા સ્થિત બીએપીએસ સંસ્થાના સ્વામિનારાયણ મંદિરના આગેવાન અશ્વિનભાઈ સોલંકીના જણાવ્યા પ્રમાણે જિલ્લા માં તળાજાના ઉપલામંદિર ,ગોપનાથ, મહુવા અને ભાવનગર સ્થિત દેવજીભગતની જગ્યામાં સ્વંય ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે.

આ તમામ જગ્યાના દર્શન કરવા એ પંચતીર્થના દર્શનનો મહિમા છે. જેને લઈ રવિવારે સવારે અગિયાર કલાકે તળાજાના ઉપલા મંદિરે જયાં સ્વામિનારાયણ ભગવાનના પગલાં છે ત્યાં જઈ બીએપીએસ સંસ્થાના એકિસાથે એકસોવીસ સંતો સ્થળ દર્શનનો લાભ લેશે.તળાજા ખાતે એકીસાથે એકસોવીસ જેટલા સંતો પ્રથમ વખત પંચતીર્થના દર્શને પધારી રહ્યા હોય હરિભકતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

(12:09 pm IST)