Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

પોરબંદરમાં દિવાળીમાં સફાઇ માટે વેપારીઓને મોડે સુધી દુકાનો ખૂલ્લી રાખવા દેવા ચેમ્બરની રજૂઆત

પોરબંદર, તા. ૧૯ : દિપાવલી ત્યૌહારોમાં સફાઇ માટે મોડી રાત સુધી દુકાનો ખુલ્લી રાખવા તથા મોડી રાત્રે ગુમાસ્તાઓને ઘરે જવા બાબત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એસ.પી.ને રજૂઆત કરી હતી.

દીપાવલી ત્યૌહારોને કારણે વેપારીભાઇઓ દુકાનોમાં સફાઇ રીનોવેશન, માલ-સામાનની ગોઠવણી તેમજ મોડી રાત્રી સુધી ખરીદી અર્થે આવતા ગ્રાહકો વિગેરે કારણોસર વેપારીઓ પોત-પોતાની દુકાનો, પેઢીઓ મોડી રાત સુધી ખુલ્લી-ચાલુ રાખી શકે માટે પરીમશન આપવા માંગણી છે. દુકાનો-પેઢીમાં કામ કરતા ગુમાસ્તાઓ દુકાનો-પેઢીના કામોમાં રોકાયેલ હોય તેઓ (ગુમાસ્તાઓ) પણ મોડી રાત્રીના પોતાને ઘરે જતા હોય છે તો ગુમાસ્તાઓને ઘરે જતા રસ્તામાં પોલીસ દ્વારા કોઇ પણ જાતની કનડગત કે હેરાનગતી થાય નહીં તેવી યોગ્ય વ્યવસ્થા કરી લાગતા વળગતાને સુચના આપવા તથા વેપારી વિસ્તારોમાં રાત્રીના પોલીસ પેટ્રોલીંગની સુવિધા ફાળવવા રજૂઆતમાં જણાવેલ છે.

(12:06 pm IST)