Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

માણાવદર મુકિત દિનની ઉજવણી માટે તૈયારીઓઃ ૭ર વર્ષ પહેલા આરઝી હકુમતમાંથી મુકત થયેલ

માણાવદર તા. ૧૯ :.. બિરાદરી અને પુસ્તક પરબનાં સંયુકત ઉપક્રમે માણાવદર નગરનો ૩ર૯ મો સ્થાપના દિન અને આરઝી હકુમતનાં વીશિષ્ઠ પ્રયોગથી મુકત થયેલું ૭ર મો માણાવદર મુકિત દિન અનોખી રીતે ઉજવવામાં આવશે.

બિરાદરીનાં સંયોજક મયુરભાઇ રાવલે જણાવેલ કે માણાવદર બિરાદરી બિન રાજકીય સ્વૈચ્છીક સંગઠન છે. માણાવદર નગરનો ૩ર૯ મો સ્થાપના દિન અને ૭ર મો માણાવદર મુકિત દિન તા. રર ને મંગળવારે ઉજવાશે. નવાબી શાસનમાંથી આરઝી હકુમતનાં વિશિષ્ઠ પ્રયોગથી તા. રર-૧૦-૧૯૪૭ માણાવદર મુકત થયું છે. માણાવદર બિરાદરી માણાવદર મુકિતદિન રર ઓકટો. ૧૯૪૭ સને ૧૯૯૮ થી ઉજવે છે. તા. રર મંગળવારે સાંજે પ કલાકે ગાંધી ચોકમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પૂરા કદની પ્રતિમાને સૂતર માલા અને પુષ્પાંજલી અર્પણ થશે. માણાવદર મુલકનાં સાહિત્યકારો, કવિઓ, લેખકો, સર્જકોનાં વિવિધ પુસ્તકો, ગ્રંથોનું પ્રદર્શન પુસ્તક પરબની પરબ મંડાશે. વિનામુલ્યે વાંચવા આપવામાં આવતાં પુસ્તકો પ્રદર્શીત થશે. આ પ્રસંગે નગરનાં પ્રથમ નાગરીક અને માણાવદર મ્યુનિસીપલ બરોનાં પ્રમુખ માન. જગમલભાઇ હુંબલ, ચીફ ઓફીસર શ્રી નંદાણીયા, માણાવદરનગરનાં તમામ ચૂંટાયેલા સભ્યોશ્રીઓ, તથા  માણાવદર તાલુકા પંચાયતનાં પ્રમુખ મહોદયા શ્રીમતી દક્ષાબેન વરજાંગભાઇ ઝાલા અન્ય પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહેનાર છે.

પુસ્તક પરબનાં સંયોજકો ઇમ્તીયાઝ કાજી, ડો. કૃણાલ પંચાલ, ચિંતન જાની, તથા તેમની ટીમ, કાર્યક્રમને સફળ બનાવા જહેમત ઉઠાવી રહી છે. સૌ નગરજનો અને સાહિત્ય રસિકોને હાજર રહેવા માણાવદર બિરાદરી અને પુસ્તક પરબ વતી એડવોકેટ શ્રી અનિલભાઇ ભટ્ટ જાહેર  નિમંત્રણ એક યાદીમાં જણાવ્યું છે.

(12:06 pm IST)