Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ગારીયાધાર પંથકના નાનીવાવડી સરંભડા માર્ગનું બાળમરણ

૩ તાલુકા ૩૦ ગામોને ઉપયોગી ટુંકા ગાળામાં જ બન્યો બિસ્માર : માર્ગ પર ઠેર ઠેર મસમોટા ગાબડાથી લોકો- વાહન ચાલકોને બરાબર હાડમારી : નવા રોડનો લાભ પ્રજા- વાહન ચાલકો માટે સપનું જ રહ્યો

ગારીયાધાર,તા.૧૯: ગારીયાધાર પંથકના નાનીવાવડીથી સરંભડા સુધીનો જીલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ પામેલો ડબલ પટ્ટી માર્ગ ૬ માસની અંદર બાળ મરણ થવા પામ્યું છે.

પ્રજાજનો સુખ માટે સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે રોડ રસ્તાઓ બનાવવામાં આવે છે. પરંતુ ભષ્ટ અધિકારીઓ અને લખાડ કોનટ્રાકટરો પાયે ટુંકાગાળાના સમયમાં ગારીયાધાર પંથકના માર્ગો બિસ્માર બનવા પામ્યા છે. તેવામાં નાનીવાવડી ગામથી સરંભડી ગામ સુધી ડબલ પટ્ટી ડામર રોડ ૬માસ પૂર્વે જીલ્લા પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો છે. જે માર્ગેનું હાલની પરિસ્થિતિ બાળમરણ થવા પામ્યું છે.

આ માર્ગ બનતા સમયે વિરડી-મોરબી-બેલાના ગ્રામજનો દ્વારા કોન્ટ્રાકટરની કામગીરીને લઇને વ્યાયક પ્રમાણમાં ફરીયાદો ઉઠવા પામી હતી. પરંતુ તે સમયે અધિકારીઓ અને નેતાઓ દ્વારા કોઇ દરકાર લેવામાં આવી ન હતી. જુના પાયે આજે સમગ્ર રોડ ટુકી આયુષ્યમાં મરણ થવા પામ્યો છે.

આ માર્ગે પર ઠેર-ઠેર મોટામોટા ગાબડાઓ પડયા છે.તેહવારોના દિવસો હોવાના કારણે આ માર્ગ પર ભારે ટ્રાફીક પણ જોવા મળે છે. ઠેર-ઠેરગાબડાઓના કારણે વાહન-ચાલકો ભારે હાડમારી ભોગવી રહ્યા છે. ૩ તાલુકા અને ૩૦ ગામોને જોડતા આ માર્ગે ખખડધજ બનતા સરકારની અને સ્થાનિક નેતાઓની રીતિ- નિતી પર પ્રશ્નાર્થ થવા પામ્યા છે.

જીલ્લા પંચાયત અધિકારીઓ અને સ્થાનિક નેતાઓના કારણે હાલ આ માર્ગનો ઉપયોગ કરનારી પ્રજા તંત્ર સામે વામણી પુરવાર થઇ રહી છે જે આગામી દિવસોમાં આવનારી પંચાયતોની ચુંટણીમાં ધોળા દિવસે તારા દેખાડશે. તેવું સેવાઇ રહ્યું છે.

(12:05 pm IST)