Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ભાવનગરમાં દિવ્યાંગોના હસ્તે કાર્નિવલનો પ્રારંભ

ભાવનગર : અંબિકાબેન ટેકરીવાલ દ્વારા ઇસ્કોન કલબ ભાવનગર ખાતે આયોજીત દિવાળી કાર્નીવલનું ઉદઘાટન દિવ્યાંગ વિદ્યાર્થીઓના હસ્તે કરાયેલ. જે અંતર્ગત દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન માટે નટરાજ સી.પી.સ્કુલના બાળકો દ્વારા નિર્મીત વસ્તુઓનો ફ્રી સ્ટોલ પ્રદર્શન તથા વેચાણ માટે રાખેલ.આ સ્ટોલમાં બાળકોએ કલાત્મક દિવડાઓ, ફ્રુટ ટ્રે, માટીના ગ્લાસ, માટલા, બોટલ્સ, દંતમંજન, પેપરબેગ, કલાત્મક થેલી, ટી શર્ટ, કિચેઇન્સ, મીણબતી, ફાઇલ્સ, ઓવન ગ્લોઝ જેવી વિવિધ વસ્તુઓ પ્રદર્શીત કરવામાં આવેલ. મુલાકાત લેનાર લોકોએ ઉત્સાહભેર ખરીદી કરી દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડેલ. કાર્યક્રમનું સંચાલન નટરાજ સી.પી.સ્કુલના મદદનીશ શિક્ષક તૃપ્તિબેન મહેતા તથા વોકેશનલ ટીમ દ્વારા શ્રીમતી જીજ્ઞાબેન સોલંકીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.

(12:04 pm IST)