Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

હજરત ખ્વાઝા મોહકમુદ્દીન સેરાનીના ઉર્ષ મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું રવિવારે અંતિમ દિવસ સોમવારે વહેલી સવારે કુલ શરીફની રશમ બાદ પુર્ણાહુતી

ધોરાજી,તા.૧૯: ધોરાજી ખાતે હજરત ખ્વાઝા મોહકમુદ્દીન સેરાની નો ૨૪૩મોં ઐતિહાસિક ઉર્ષ અને સાથો સાથ યોજાયેલ લોકમેળો ખુબજ એકતા અને ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે દેશ ભરમાંથી શ્રદ્ઘાળુઓ નું માનવ મહાસાગર ઉમટી પડ્યું છે દરગાહ શરીફ ખાતે ખાદીમ સૈયદ રફીકમિયા ગફારમિયા સૈયદ હુસેનમિયા ગફારમિયા સૈયદ અહમદમિયાં ઈબ્રાહીમમીયા સૈયદ ઇસ્માઇલમિયાં ઈબ્રાહીમમીયા વગેરે દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ઉર્ષ નિયમિતએ મુસીરભાઈ માજોઠી દ્વારા આયોજિત લોકમેળામાં લોકો વિવિધ પ્રકાર ની રાઇડ્સ ખાણીપીણી અને રમકડાં અને જવેલરી સહીત ખરીદી કરી રહ્યાછે અને મેળાની મોજ મણિ રહ્યા છે.

મુસ્લિમ અગ્રણી હાજી ઇબ્રાહીમભાઇ ખુરેસી દ્વારા ઉર્ષમેળામાં એક ટેન્ટ ઉભું કરેલ છે જેટેન્ટનીમુલાકાત એ હિન્દૂ મુસ્લિમો અને અધિકારી ગણ આવે છે

સાથો સાથ બાળકો પણ મેરી ગ્રાઉન્ડમાં વિવિધ રાઈડની મજા માણે છે.

જવેલરી કોક્રીટ રમકડાં જેવા સ્ટોલો પર હિન્દૂ મુસ્લિમ સમાજની મહિલાઓ પણ ખુબજ ખરીદી કરી આનન્દ માણેછે

ખાસ કરીને મારુતિ મોતનો કૂવોએ લોકમેળાના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મોતના કૂવાના રાઇડરો દ્વારા મોતના કુવામાં મારુતિ અને મોટર સાઇકલ સાથે હેરત અંગેજ કરતબો બતાવી લોકોના દિલ જીતી લીધા છેલોકમેળાને સફળ બનાવવા લોકમેળાના પ્રણેતા બોદુભાઇ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આયોજક મુસીરભાઈ માજોઠી ઇમુ ખલીફા સહીતના જેહમત ઉઠાવી રહ્યા છે ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર વિજય કુમાર જોશી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે

ચાર દિવસીય ઉર્ષ મેળાનું આજે શનિવારે ત્રીજો દિવસ છે રવિવારે અંતિમ દિવસ અને સોમવારે વહેલી સવારે ગુસલ શરીફ અને સવારે ૮ કલાકે કુલ શરીફ ની રસમ બાદ ઉર્ષ અને લોકમેળાની પુર્ણાહુતી થશે.

(11:58 am IST)