Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

અમરેલીમાં સ્‍વૈચ્‍છીક લોકડાઉનનો અમલ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૯ :.. અમરેલીમાં વેપારી મહામંડળ અને જુદી જુદી પર સંસ્‍થાઓએ જાહેર કરેલ સ્‍વૈચ્‍છીક લોકડાઉનના પગલે ગઇકાલે રાત્રીના ૮ વાગ્‍યાથી અમરેલીની બજારના દુકાનો ધંધા-રોજગાર સ્‍વૈચ્‍છીક બંધ રહયા હતા અને વેપારીઓ સહિતે સજજડ લોકડાઉન પાળ્‍યો હતો આજે સવારે આવશ્‍યક ચીજ વસ્‍તુઓ સિવાય બજાર સજ્જડ બંધ રહી હતી.

સ્‍વૈચ્‍છીક લોકડાઉનને કારણે બજારમાં  પણ સુમસામ વાતાવરણ જોવા મળીયું હતું. સરકારના જાહેરનામાંથી રાત્રીના ૮ થી સવારના ૬ વાગ્‍યા સુધી ગામ બંધ રહેતુ હતું અને દિવસે બજાર ખુલ્લી હતી પણ વેપારીઓ એ સ્‍વૈચ્‍છીક લોકડાઉનનો નિર્ણય લેતા લોકો  પણ સ્‍વયભુ સહયોગ આપી રહ્યા છે. (તસ્‍વીર અરવિંદ નિર્મળ -અમરેલી)

(1:50 pm IST)
  • પંજાબના મુખ્યમંત્રીએ COVID19 પરિસ્થિતિની સમીક્ષા કરી : 20 થી 30 એપ્રિલ દરમ્યાન નાઇટ કર્ફ્યુનો સમય વધારીને સાંજે 8 થી સવારે 5 નો કર્યો, તમામ બાર, સિનેમા હોલ, જિમ, સ્પા, કોચિંગ સેન્ટરો, સ્પોર્ટસ સંકુલ બંધ કરવાનો આદેશ આપ્યો : લગ્ન અને અંતિમ સંસ્કાર સહિતના મેળાવડામાં 20 થી વધુ લોકો પર પ્રતિબંધ : આ સાથે સરકારી અને ખાનગી લેબ્સ દ્વારા RT-PCR અને રેપિડ એન્ટિજેન ટેસ્ટ ના દરો અનુક્રમે રૂ. 450 અને રૂપિયા 300 કરવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રી કાર્યાલયે જાહેર કર્યું access_time 4:47 pm IST

  • ચીનના કબ્‍જાગ્રસ્‍ત હોંગકોંગે ભારતથી આવતી તમામ ફલાઈટો ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે : પાકિસ્‍તાન અને ફીલીપાઈન્‍સની ફલાઈટો ઉપર પણ બાન મૂકી દીધો છે access_time 11:49 am IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર : છેલ્લા 24 કલાકમાં આજે પણ કોરોનાના 68,631 નવા કેસ નોંધાયા છે, જ્યારે 503 લોકોનાં દુઃખદ મોત નીપજ્યાં છે. access_time 10:23 pm IST