Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

હળવદ નજીક વાહન ચેકીંગમાં પોલીસ સાથે ઝપાઝપી કરનાર ૪ની ધરપકડ

પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી હળવદના ચારેય શખ્સોના સીન વિંખી નાંખ્યા

મોરબી તા.૧૮ : માળીયા હાઇવે હળવદ મોરબી ચોકડી પર એલસીબી અને સ્થાનિક પોલીસના  વાહન ચેકિંગ દરમિયાન ચારયુવાનોને બાઇક લઇને સીન નાખવાનું ભારે પડયું હતુ. પોલીસ સાથે ગાળો બોલીને ઝપાઝપી કરતા પોલીસે આ ચારેય યુવાનોને તાકીદે ઝડપીને કાયદાનું ભાન કરાવ્યુ હતુ.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી સ્ટાફ અને સ્થાનિક પોલીસ સ્ટાફ ગત રાત્રે માળીયા હાઇવે હળવદ મોરબી ચોકડી પર વાહન ચેકિગ કરી રહયો હતો તેદરમિયાન હળવદ રહેતા મેહુલભાઇ રમણીકભાઇ ગોઠી (ઉ.વ.૩૦) ચિંતનભાઇ જીતેન્દ્રભાઇ રાવલ (ઉ.વ.ર૩) પંકજભાઇ ચમનભાઇ ગોઠી (ઉ.વ.રર) અને હાર્દિક ઉર્ફે સિંઘમ હરજીવન ભુવા (ઉ.વ.૧૯) નામના ચાર યુવાનો બે મોટર સાયકલમાં ડબલ સવારીમાં નીકળ્યા હતા. ત્યારે ત્યાં વાહન ચેકિંગમાં રહેતા પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરીને ગાળો આપી સીન નાખ્યા હતા. આથી પોલીસે ચારેય યુવાનોને જીજે ૧૩ પીપી૩૪૧૩ અને જીજે૩૬ એચ ૪પ૩૩ નંબરના બે બાઇક તેમજ એક મોબાઇલ સહિત કુલ રૂ.૭પપ૦૦ના મુદામાલ સાથે તાકીદે ઝડપી લઇને કાયદાનું ભાન કરાવ્યુ હતુ.

જયારે એલસીબી સ્ટાફના હિતેન્દ્રસિંહ ચુડાસમાએ આ ચારેય યુવાન સામે પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો આપી ફરજમાં રૂકાવટ કર્યાની  હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેના આધારે હળવદ પોલીસે આ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

(1:25 pm IST)
  • ટૂંક સમયમાં 1 હજાર રૂપિયાની નવી નોટ બહાર પડશે : સોશિઅલ મીડિયામાં ફરતા આ ન્યુઝ ગેરમાર્ગે દોરનારા હોવાનો ઘટસ્ફોટ : ચિત્રમાં બતાવેલી 1 હજાર રૂપિયાની નોટ ઉપર સ્પષ્ટપણે "આર્ટિસ્ટિક ઈમેજીનેશન " લખ્યું છે access_time 12:52 pm IST

  • પ્રજાના પ્રતિનિધિઓને ઓળખી લેજો : મહારાષ્ટ્ર વિધાનસભાના 3237 ઉમેદવારોમાંથી 1007 કરોડપતિ : 916 ઉમેદવારો ઉપર ક્રિમિનલ કેસ : જેમાં ભાજપ અને શિવસેનાના 171 ,કોંગ્રેસના 156 , તથા 280 અપક્ષ ઉમેદવારોનો સમાવેશ : મહારાષ્ટ્ર ઈલેકશન વોચ અને એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ(ADR) દ્વારા બહાર પડાયેલી માહિતી access_time 8:00 pm IST

  • સીરિયામાં યુદ્ધ વિરામને લઈને અમેરિકા અને તુર્કી વચ્ચે સમજૂતી : સીરિયામાં આગામી પાંચ દિવસ તુર્કીમાં કોઈપણ સૈન્ય ઓપરેશન નહિ કરે : અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઈક પૅસે આ અંગે જાહેરાત કરતા કહ્યું કે તુર્કી ઉતરી સીરિયામાં પોતાનું સૈન્ય અભિયાનને આગામી 120 કલાક સુધી રોકશે : અમેરિકા કુર્દદળને વ્યવસ્થિત રીતે વાપસી કરવામાં મદદ કરશે access_time 1:11 am IST