Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જુનાગઢના અનેક વિસ્‍તારમાં પાણી ભરાતા મેયર સહિતની ટીમે મુલાકાત લઇ નિકાલ કરાવ્‍યો

જુનાગઢ : ગઇકાલે ધોધમાર પાંચ ઇંચ વરસાદ શહેરમાં વરસી જતા નિચાણ વાળા અનેક વિસ્‍તારોમાં પાણી ભરાયાતા જેમાં વોર્ડ નં. ૯ ગણેશનગર દાતાર રોડ ગોવધર્ન પાર્ક સહિત અનેક વિસ્‍તારોમાં વરસતા વરસાદ વચ્‍ચે મેયર ગીતાબેન પરમાર ડેપ્‍યુટી મેયર ગીરીશભાઇ કોટેચા સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન હરેશભાઇ પરસાણા મોહનભાઇ પરમાર વગેરે એ કોર્પોરેશનની ટીમને કામે લગાડી યુધ્‍ધના ધોરણે પાણીનો નિકાલ કરાવ્‍યો હતો. જે તસ્‍વીરમાં નજરે પડે છે.  (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા)

(1:30 pm IST)