Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જૂનાગઢ જિલ્લામાં સીઝનનો કુલ વરસાદ ૧૦૪ ટકા : સૌથી વધુ ૧૩૭ ટકા માણાવદરમાં

જૂનાગઢ, મેંદરડા, વંથલી, વિસાવદરમાં ૧૦૦ ટકાની ઉપર

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૮: છેલ્લા ચાર દિવસ પડેલા ભારેથી અતિભારે વરસાદના પગલે જૂનાગઢ જિલ્લામાં સીઝનનો કુલ વરસાદ ૧૦૪ ટકા થયો છે. જેમાં સૌથી વધુ ૧૩૭ ટકા વરસાદ માણાવદર તાલુકામાં નોંધાયો છે.

જૂનાગઢ શહેર જિલ્લામાં ગઇ કાલ બપોર બાદથી વરસાદનું જોર ઘટતાં લોકોએ રાહત અનુભવી છે.

૨૪ કલાક દરમ્‍યાન જીલ્લામાં કુલ ૬૭૮ મીમી વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ ૧૧૫ મીમી પાણી જૂનાગઢમાં પડયાનું નોંધાયુ હતું

જ્‍યારે કેશોદમાં ૪૪ મીમી, ભેંસાણ -૬૩ મીમી , મેંદરડા ૪૪મીમી, માંગરોળ-૧૮ મીમી, માણાવદર-૯૩ મીમી માળીયાહાટીના-૨૧ મીમી, વંથલી -૧૦૩ તેમજ વિસાવદર પંથકમાં ૬૨ મીમી વરસાદ નોંધાયો હતો.

જીલ્લામાં સૌથી વધુ ૧૩૭.૨૪ ટકા વરસાદ સાથે માણાવદર અગ્રેસર છે. જ્‍યારે જૂનાગઢ, મેંદરડા, વંથલી અને વિસાવદરનો કુલ વરસાદ ૧૦૦ ટકા ઉપર છે. સૌથી ઓછો વરસાદ ૮૫.૧૫ ટકા વરસાદ કેશોદ વિસ્‍તારનો છે.

આજે પણ સવારથી વરસાદી માહોલ છે. સવારના ૬ થી ૮ માં માણાવદર ખાતે ૬ મીમી અને માળીયામાં ૪ મીમી પાણી પડયાનું નોંધાયુ હતું.

(1:29 pm IST)