Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

પોરબંદરના કિંદરખેડામાં જૂગાર રમતા ૬ શખ્‍સો ૧૬ હજારની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર તા. ૧૮ :.. જિલ્લાના બગવદરના કિંદરખેડામાં જાહેરમાં જૂગાર રમતા ૬ શખ્‍સોને ૧૬૧૬૦ ની રોકડ સાથે પોલીસે  પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.
પી. એમ. પ્રજાપતિ નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગ્રામ્‍યનાઓના માર્ગદર્શન  મુજબ શ્રી એચ. સી. ગોહીલ, ઇ.ચા. પો. સબ. ઇ. બગવદર પોલીસ સ્‍ટેશન તથા પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફના માણસો પો. સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન કિંદરખેડા ગામથી મોઢવાડા જતા રસ્‍તે પુલ નજીક બાવળની ઝાડીમાંથી જૂગાર રમતા અરજન મેણંદભાઇ મોઢવાડીયા, લખમણ અરભમભાઇ ઓડેદરા, લાખણશી પુંજાભાઇ ઓડેદરા, બાલા ઓઘડભાઇ ઓડેદરા, અરભમ નાથાભાઇ મોઢવાડીયા, તથા રાજા ગીગાભાઇ મોઢવાડીયા રહે. તમામ કિંદરખેડા વાળાને રોકડ ૧૬૧૬૦ સાથે પોલીસે પકડી પાડેલ છે.
આ કામગીરી પીએસઆઇ એચ. સી. ગોહીલ તથા પોલીસ કો. જયમલભાઇ મોઢવાડીયા, તથા પોલીસ કો. અરવિંદભાઇ ખરા તથા લોકરક્ષક દુલાભાઇ ઓડેદરા તથા મસરીભાઇ ચેતરીયા તથા સ્‍ટાફે કરી હતી.

 

(1:07 pm IST)