Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

દામનગરનો શખ્‍શ પાસામાં જેલમાં

અમરેલી : દામનગર પોલીસ સ્‍ટેશનના પો. સ. ઇ. એચ. એસ. સેગલીયા એ પ્રોહીબીશનની પ્રવૃતિ કરતા ઇસમ ચિરાગ અશોકભાઇ ચાવડા, ઉ.ર૦, રહે. દામનગર, આનંદનગર, રાભડા રોડ તા. લાઠી, વિરૂધ્‍ધ પાસા દરખાસ્‍ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્‍ટ્રેટ શ્રી અમરેલીનાઓ તરફ મોકલી આપેલ. આવા દારૂના ધંધાર્થી ઇસમની સમાજ  વિરોધી અસામાજિક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતા અમરેલી જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા એ દારૂનો ગેરકાયદેસર ધંધો કરનાર ઇસમ વિરૂધ્‍ધ પાસાનું વોરંટ ઇસ્‍યુ કરતાં અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચના મુજબ અમરેલી એલ. સી. બી. ઇન્‍ચાર્જ પો. ઇ. આર. કે. કરમટા તથા એલ. સી. બી. ટીમે ચિરાગ અશોકભાઇ ચાવડાને પાસા વોરંટની બજવણી કરી, વડોદરા મધ્‍યસ્‍થ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.

(1:00 pm IST)