Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

સાવરકુંડલા ગ્રામ્‍ય પોલીસનો સપાટો વિજયાનગર ગામના સરપંચ-ઉપસરપંચ જૂગાર રમતા ઝડપાયા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા તા. ૧૮ :.. સાવરકુંડલા પંથકમાં શ્રાવણીયા જૂગારની જૂગારની બાજી માંડી બેસી જતા હોય છે. તો પોલીસે પણ આવી પ્રવૃતિઓ  અટકાવવા સતત સક્રિય રહેતો હોય આવા જૂગાર પ્રેમીઓને ઝડપી પાડે છે.

સાવરકુંડલાના ગાધકડા ગામની સીમમાં ગઇકાલે મોડી રાત્રે જૂગાર રમી રહેલા શખ્‍સો પર પોલીસે રેડ કરતા તાબાના વિજયનગર ગામનાં સરપંચ ઘનશ્‍યામભાઇ બલર અને ઉપસરપંચ બાવચંદભાઇ નારોલા સહિત નવ શખ્‍સો રૂા. ૪૬ર૦૦ ની રોકડ સાથે જૂગાર રમતા ઝડપાઇ ગયા છે.

જૂગારની રેડમાં સરપંચ - ઉપસરપંચ જેવા ગામનાં જવાબદાર ગણાતા હોદેદારો ઝડપાઇ જતા ગ્રામ્‍ય વિસ્‍તારનો રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઇ છે. ગ્રામ્‍ય પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(1:00 pm IST)