Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

જામનગરનાં ભગત ખીજડીયામાં યુવતિનો અને મોટા ખડબામાં આધેડનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮ : કાલાવડ તાલુકાના ભગત ખીજડીયા ગામે રહેતા નુરૂભાઈ સીતા રામાભાઈ સોલંકી, ઉ.વ.ર૩ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧ર–૦૧–ર૦રરના આ કામે મરણજનાર સંગીતાબેન સીતા રામાભાઈ સોલંકી, ઉ.વ.૧૮, રે. જયશેભાઈ ફળદુની વાડી  સીમ વિસ્તાર, ભગત ખીજડીયા ગામવાળા કોઈ અગમ્ય કારોણસર પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

લાલપુર તાલુકાના મોટા ખડબા ગામે રહેતા યશપાલસિંહ ગોપુભા જાડેજા, ઉ.વ.ર૩ એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૭–૧–ર૦રરના આ કામે મરણજનાર ગોપુભા દાદભા જાડેજા, ઉ.વ.પ૭, રે. ગામ મોટા ખડબા, તા.લાલપુરવાળાને છેલ્લા ઘણા સમયથી બી.પી. તથા ડાયાબીટીશની તકલીફ હોય અને છેલ્લા થોડા સમયથી ગુમસુમ રહેતા હોય પોતે પોતાની બીમારીથી કંટાળી પોતે પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા મરણ થયેલ છે.

દારૂના જથ્થા સાથે બે મહિલા એક પુરૂષ ઝડપાયો

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. મહેશભાઈ રાજશીભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૧–ર૦રરના ઈન્દીરા કોલોની શેરી નં.૧૪ ના છેડે આરોપી માધવભાઈ ગોવિંદભાઈ સાગઠીયાએ પોતાના રહેણાક મકાનમાં અન્ય આરોપીઓ સનુબેન સોમાભાઈ નીનામા, રમીલાબેન માજુભાઈ ભરુીયા, રે. જામનગરવાળાએ એકબીજાની મદદગારીથી પોતાના કબ્જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ગોવા વ્હીસ્કી કંપનીની ભારતીય બનાવટની ઈગ્લીશ દારૂની બોટલો નંગ–૩૬ જેની કિંમત રૂ.૧૮,૦૦૦/– તથા ઈંગ્લીશ દારૂના ચપલા નંગ–ર૪ જેની કિંમત રૂ.ર૪૦૦/– તથા ગુન્હામાં ઉપયોગલમાં લીધેલ મોબાઈલ ફોન જેની િંકંમત રૂ.પ૦૦૦/– તથા સેમસંગ કંપનીનો મોબઈલ જેની  િંકમત રૂ.૧૦૦૦/– તથા નોકીયા કંપનીનો મોબાઈલ ફોન જેની  કિંમત રૂ.૧૦૦૦/– મળી કુલ રૂ.ર૭,૦૦૦/–ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

બોટના પૈસાની લેતી દેતી બાબતે બઘડાટી

અહીં પંચ એ પોલીસ  સ્ટેશનમાં આમીન ઉર્ફે કાળો હુશેનભાઈ ગંઢાર, ઉ.વ.૩૦, રે. સચાણા જુમા મસ્જિદની બાજુમાં, જિ.જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ–૧–ર૦રરના સચાણા ગામના પાદરમાં ફરીયાદી આમીન ઉર્ફે કાળાને ચા પાનની દુકાન ચલાવતા હોય અને ફરીયાદી આમીન ઉર્ફે કાળો ના કુટંંુબી કાકા ને આરોપી હાજી મુસાભાઈ કકલ ની સાથે બોટની પૈસાની બાબતેની હિસાબ થતો હોય જે બાબતે આરોપીઓ હાજી મુસાભાઈ કકલ, બસીર હુશેનભાઈ કકલ, સબીર મુસાભાઈ કકલ, સુલેમાન કકલ, રે. સચાણા ગામ વાળાઓ ફરીયાદી આમીન ઉર્ફે કાળો ની દુકાને આવી કહેલ કે તમો આ તમારા કુટંુબી કાકાને ત્યા બેસવા દેતા નહી ને અમારે બોટના પૈસા લેવાના થાય છે જેથી ફરીયાદી આમીન ઉર્ફે કાળો એ કહલ કે અમારી પાનની દુકાન છે. હું ગમે તેને મારી ચા પાનની દુકાને બેસવા દવ એટલામાં આરોપી હાજી મુસાભાઈ કકલ પાસે રહેલ લોખંડના પાઈપ વડે ફરીયાદી આમીન ઉર્ફે કાળા ને માથાના પાછળના ભાગે એક ઘા કરી  આરોપીઓ બસીર હુશેનભાઈ કકલ, સબીર મુસાભાઈ કકલ, સુલેમાન કકલ એ ફરીયાદી આમીન ઉર્ફે કાળાને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ટીંબડી ગામે જુગાર રમતા છ ઝડપાયા

જોડીયા પોલીસ સ્ટેશનમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના કોન્સ. યોગરાજસિંહ પ્રવિણસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૭–૧–ર૦રરના ટીંબડી ગામની સીમમાં આરોપી મયુરસિંહ પ્રભાતસિંહ જાડેજાની વાડીની ઓરડીમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી અન્ય આરોપીઓ મહેશ વલ્લભદાસ કુબાવત, રમેશ હરખાભાઈ કાસુન્દ્રા, હિતેન્દ્ર જયંતિભાઈ ગામી, ઉમેશભાઈ રામજીભાઈ મેરજા, સવજી લવજીભાઈ માલકીયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગાર રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર,૧૪,પ૦૦/– તથા મોટરસાયકલ નંગ–૪,  કિંમત રૂ.૧,૧૦,૦૦૦/– તથા મોબાઈલ ફોન નંગ–૭ કિંમત રૂ.૩૩,૦૦૦/– મળી કુલ રૂ.૪,ર૪,પ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

રીલાયન્સ ટાઉનશીપ પાસેથી મોટર સાયકલ ચોરાયું

મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનમાં સમીરભાઈ અસગરભાઈ સંઘાર, ઉ.વ.ર૯, રે. ગરીબ નવાઝ ચોક, ખારી વાડી, સિકકા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮–૧ર–ર૦ર૧ના રિલાયન્સ ટાઉનશીપની બાજુમાં આવેલ બસ સ્ટોપની બાજુમાં આવેલ પાર્કિગમાંથી ફરીયાદી સમીરભાઈની માલિકીનું મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.–૧૦–ડી.બી.–૧૪પ૭ જેની કિંમત રૂ.૩પ,૦૦૦/– નું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(12:57 pm IST)