Gujarati News

Gujarati News

૧૨ જણાને ક્રિષ્ના-જેનિશે કહેલું કે રનીંગ-લેખિત પરિક્ષા વગર સીધો ગાંધીનગરથી પીએસઆઇ-કોન્સ્ટેબલનો જોઇનીંગ લેટર મળી જશે!: જુનાગઢની પ્રજાપતિ યુવતિએ કેન્યા નાઇરોબી યુવાન સાથે લવમેરેજ કર્યા, છુટાછેડા પછી ૨૦૧૯માં રાજકોટ આવીઃ જામનગરના જેનિશ સાથે ઓનલાઇન પરિચય થયો...બંનેએ ફરી કેન્યા જવા પૈસા એકઠા કરવા ઠગાઇનું કારસ્તાન આચર્યુઃ ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં ગાંધીગ્રામ પોલીસની ૪ ટીમો કામે લાગી અને સફળતા મળી : ભોગ બનેલા ૧૨ પૈકીના ભગવતીપરાના આશિષ ભગત (ભરવાડ)એ શનિવારે ઓનલાઇન જાહેર થયેલા પીએસઆઇની શારીરિક કસોટીના પરિણામમાં પોતાનું નામ ન જોતાં પૈસા પાછા મેળવવા પ્રયાસો આદર્યાઃ તેની જાણ ડીસીપી ઝોન-૨ને થઇ અને સમગ્ર કોૈભાંડ ખુલ્લુ પડ્યું: ક્રિષ્ના અને જેનીશ ફૂલેકુ ફેરવી નાઇરોબી ભાગે એ પહેલા પકડાયા : ક્રિષ્ના બેંક ઓફ બરોડા પાસે પહેલી વાર આશિષ સહિતને મળી ત્યારે જેનિશ સાથે પોતાની સગાઇ થયાનું કહેલું : મુન્ના અને નેહલ ચુડાસમાએ બબ્બે લાખ ચુકવ્યા હતાં: તેને બેંકમાં નોકરી અપાવી દેશે તેવી લાલચ અપાઇ હતી : પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ હીરાભાઇ રબારી અને ગાંધીગ્રામ પોલીસની ટીમને સફળતા : ૧.૧૦ લાખ પહેલા ચુકવવાના, પાસ થાય પછી બીજી રકમ મળી કુલ ૫ લાખ ચુકવવાના આશિષ સાથે વાત થઇ હતી : આશિષ બેંક ઓફ બરોડામાં અગાઉ નોકરી કરતો ત્યારે ગનમેન હારૂન મારફત ક્રિષ્નાનો સંપર્ક થયેલોઃ ક્રિષ્નાએ પોતે પરિક્ષા વગર પીએસઆઇ-કોન્સ્ટેબલમાં પાસ કરાવી દેશે કહી નાના મવા રોડની હોટેલમાં આશિષ સહિતને બોલાવી પૈસા વસુલ્યા'તા : ડીસીપી ઝોન-૨ની બાતમી આધારે જબરા કોૈભાંડનો પર્દાફાશ કર્યો ગાંધીગ્રામ પોલીસે access_time 3:34 pm IST